Saturday, October 5, 2024
HomeGujaratમોરબી વાંકાનેર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત :ત્રણના મોત બે ઇજાગ્રસ્ત

મોરબી વાંકાનેર હાઇવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત :ત્રણના મોત બે ઇજાગ્રસ્ત

અક્સ્માત એટલો ભયાનક હતો કે મોરબી ફાયર ટીમ દ્વારા ભારે જહેમત બાદ કારમાં ફસાયેલ મૃતદેહ અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા હતા

- Advertisement -
- Advertisement -

મોરબીમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મોરબી વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક ડમ્પર અને કાર વચ્ચે અક્સ્માત સર્જાતા ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે એક માસૂમ બાળકી અને તેની માતા એમ બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.જેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર, મોરબી વાંકાનેર હાઇવે પર બંધુનગર નજીક ડમ્પર અને કાર વચ્ચે અક્સ્માત સર્જાયું હતું. જે અકસ્માતમાં ત્રણ વ્યકિતના કરુણ મોત નીપજ્યા હતા. જ્યારે માતા પુત્રી એમ બે લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયાની માહિતી હાલ સામે આવી રહી છે. ત્યારે બનાવમાં કાર ચાલક તુષાર બાલુભાઈ માલવિયા(ઉ.૩૦) તેમજ ટ્રક ડ્રાઈવર અને ક્લીનર વરુણ ઉર્ફે ગુડ્ડુ તોલસિંગ વાસ્કલે(ઉ.૨૮.રહે.એમપી),મહેશ સીંગાર (ઉ.૨૩ રહે. એમપી) ના મોત થયા છે તેમજ મૃતદેહોને મોરબી ફાયર ની ટીમ દ્વારા ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.તેમજ કારમાં સવાર સુવિધાબેન તુષારભાઈ માલવિયા(ઉ.૨૪),દીના તુષાર માલવિયા(ઉમર.નવ માસ) ગંભીર ઈજાગ્રસ્ત થયા હોવાથી હાલ સારવાર હેઠળ છે.તેમજ આ અકસ્માતમાં એક રખડતા પશુનું પણ મોત નિપજ્યું છે. ત્યારે બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસ ઘટનસ્થળે પહોંચી હતી અને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!