ભારતમાં ડિજિટલ બેંકિંગના વધતા ઉપયોગ સાથે, નકલી બેંકિંગ એપ્લિકેશનોનો ખતરો પણ ઝડપથી વધ્યો છે. ત્યારે વ્હોટસએપમા “RTO CHALLAN.Apk” નામની ફેક એપ્લીકેશન મોકલી બેંક એકાઉન્ટ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીને મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા રાજસ્થાનના જયપુર ખાતેથી પકડી પાડવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, ગત તા.૧૩/૦૬/૨૦૨૫ ના રોજ કાજલબેન સવજીભાઇ ગામીના મોબાઈલ નં. ૯૭૨૭૯૨૩૯૯૬ ના વ્હોટસઅપ ઉપર RTO CHALLAN.Apk નામની એપ્લીકેશન મોકલી મોબાઈલ હેક કરી ઓટીપી મેળવી મહિલાના બેંક એકાઉન્ટ હેક કરી ફરીયાદીના બેંક એકાઉન્ટમાથી અલગ-અલગ ટ્રાન્જેકશન કરી કુલ રૂ.રૂ.૨૪,૩૪,૭૦૯/- ટ્રાન્સફર કરી લઈ છેતરપીંડી થઈ હોવાની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગત તા.૨૧/૦૬/૨૦૨૫ ના ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ટેકનીકલ એનાલીસીસ કરી આરોપીઓ અંગે ચોક્કસ બાતમી મેળવી આરોપીઓ રાજસ્થાનના જયપુર ખાતે હોય જેથી આરોપીને શોધી કાઢવા તાત્કાલિક ટીમ જયપુર ખાતે મોકલવામાં આવી હતી અને આરોપી અજયસિંધ પ્રેમસિંઘ ચૌહાણ તથા તેજસિંઘ રઘુવીસિંધ ગૌડને પકડી પાડી વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવી છે.