Friday, April 19, 2024
HomeGujaratહળવદ ની દુર્ઘટના માં ગંગા સ્વરૂપ ( વિધવા બહેનો) ગંગાસ્વરૂપ પેન્શન યોજના...

હળવદ ની દુર્ઘટના માં ગંગા સ્વરૂપ ( વિધવા બહેનો) ગંગાસ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત આજીવન પેન્શન મળસે

પ્રદેશ ભાજપ મહિલા મોરચા ના અધ્યક્ષા ડૉ. દિપીકાબેન સરડવા સહિત અગ્રણીઓ ની હાજરી માં સહાયપત્રો લાભાર્થી બહેનો ને સુપ્રત કરાયા.

- Advertisement -
- Advertisement -

ગત અઠવાડિયે હળવદ ના જી. આઇ. ડી. સી ખાતે થયેલ ગોઝારી દુર્ઘટના માં પોતાના ધર્મપતિ ને ગુમાવનાર બહેનો એટલે કે ગંગા સ્વરૂપ (વિધવા બહેનો) ને ગંગા સ્વરૂપ પેન્શન યોજના ના મંજૂરી આદેશ પત્ર બહેનો ને સુપ્રત કરવામાં આવ્યા હતા આ યોજના અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો ને આજીવન દર મહિને ૧૨૮૦/- રૂપિયા પેન્શન મળસે જે તેમના બેંક એકાઉન્ટ માં જમાં થશે તે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો ૧) ગં.સ્વ શાંતાબેન રમેશભાઈ પીરાણા, ૨) ગં.સ્વ રમીલાબેન રાજેશભાઈ મકવાણા, ૩) ગં.સ્વ શારદાબેન રમેશભાઈ મકવાણા ને આજરોજ મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય અંગે ના a યોજના ના મંજૂરી આદેશ પત્ર સુપ્રત કરાયા હતા આ કાર્યક્રમ માં ડૉ.દિપીકાબેન સરડવા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મામલતદાર નાનજીભાઈ ભાટી, રણછોડભાઈ દલવાડી, રમેશભાઈ પટેલ, સંગીતાબેન ભીમાણી, સમાજ સુરક્ષા વિભાગ ના રંજનબેન મકવાણા, વાસુદેવભાઇ સીનોજીયા, કેતનભાઈ દવે, વલ્લભભાઈ પટેલ, જશુબેન પેટલ, ઉર્વશિબેન પંડ્યા, તપન દવે સહિત ઉપસ્થિત રહી અને આગામી સમય માં સર્વે અગ્રણીઓ અને તંત્ર આ પરિવારો સાથે છે તેવી હુંફ આપી હતી તેમજ જે લોકો એ પોતાના પિતા ની છત્રછાયા ગુમાવી છે અને માતા હૈયાત છે તેવા સિંગલ પેરેન્ટ પાંચ બાળકો છે તેઓને પણ આગામી સમય માં દર મહિને ૩૦૦૦ રૂપિયા ની સહાય માટે ની કામગીરી સમાજ સુરક્ષા વિભાગ ના અધિકારી અનીલાબેન પીપલીયા ના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!