Monday, January 13, 2025
HomeGujaratગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં આઠમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં આઠમો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા છેલ્લા સાત વર્ષથી મોરબી શહેરની અંદર વિધવા બહેનોના સંતાનોના ૨૭૫ દીકરીઓને સ્વસુરગૃહે વળાવ્યા બાદ આજરોજ બીજી ૧૦ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દીકરીઓને સોના ચાંદની વસ્તુઓ સાથે કુલ ૭૯ પ્રકારની જીવન જરૂરિયાત વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી..

- Advertisement -
- Advertisement -

શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં ૧૦ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં હતાં. સમિતિ દ્વારા જીવન જરૂરી ૭૯ વસ્તુઓ કરિયાવરમાં દીકરીઓને આપવામાં આવી હતી. તે ઉપરાંત સમિતિ દ્વારા દીકરીઓને પગભર થવા માટે ફ્રીમાં સીવણ ક્લાસની વ્યવસ્થા કરી આપવામાં આવશે. સિલાઈ કામ શીખી લીધા બાદ સિલાઈ મશીન આપવામાં આવે છે. અને ફ્રીમાં બ્યુટી પાર્લરના કોર્સ કરાવવામાં આવશે અને શીખી લીધા બાદ ફ્રીમાં તેની કીટ પણ આપવામાં આવશે. સમૂહલગ્નના કાર્યક્રમનું પ્રમુખ તરીકે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ગંગા સ્વારૂપ સહાય સમિતિને વિશ્વાસ અપાવતા કહ્યું હતું કે સમિતિએ મહિને બે મહિને બે ચાર લગ્ન ગોઠવવા હોય તો ઉમા ટાઉનશીપમાં જમણવાર સહિતની વ્યવસ્થાઓ કરી આપશે. સમૂહ લગ્નમાં ચંદ્રકાન્તભાઈ દફતરીએ નવ દંપતીને ભ્રુણ હત્યા નહીં કરવા શપથ લેવડાવ્યા હતા. અને કોઈ એક જરૂરિયતમંદ દીકરીના લગ્નમાં સહાય રૂપ થવા લોકોને સમજાવ્યા હતાં. સમૂહલગ્નમાં હનુમાનજી મંદિર, રણછોડનગરના મહંત બાબુભાઇની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. લાયન્સ પ્રમુખ પિયુષભાઇ સાણજા, લાયન ત્રિભોવનભાઈ ફુલતરીયા, તુષાર દફતરી સહિતના લાયન્સ ક્લબના સભ્યો હાજર રહયા હતા. ગંગા સ્વરૂપ સહાય સમિતિના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજાએ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સમગ્ર સમાજ માટે ચિંતનનો વિષય છે કે લગ્નો પાછળ બિનજરૂરી ખર્ચાઓ થઈ રહયા છે. તેથી ખર્ચમાં ઘટાડો કરી આવા સમૂહ લગ્નોમાં જોડાઇ અને સમાજને નવી દિશા દેખડો તેવી વિનંતી કરી હતી. બાલુભાઈ કડીવાર અને રણછોડભાઈએ આભાર વિધિ કરી હતી…

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!