Wednesday, December 24, 2025
HomeGujaratગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

ગંગાસ્વરૂપ સહાય સમિતિ દ્વારા મોરબીમાં ૧૦ માં સમૂહ લગ્નોત્સવનું આયોજન

મોરબી શહેરમાં અસહાય, ગંગા સ્વરૂપ મહિલાઓ માટે ગંગાસ્વરૂપ મહિલા સહાય સમિતિ, લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા આગામી તા. ૨૨-૦૨-૨૬ ના રવિવારે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે. કરિયાવરમાં દીકરીઓને સોના ચાંદી સહીત ઢગલાબંધ વસ્તુઓ આપવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગંગાસ્વરૂપ સહાય સમિતિ, લાયન્સ ક્લબ તરફથી ૧૫ વર્ષથી વિવિધ સેવાકાર્ય શરૂ કરવામાં આવેલ છે. આ સેવાકાર્ય દેવકરણભાઈ આદ્રોજા અને ચંદ્રકાંતભાઈ દફતરી તરફથી શરૂ થયો હતો. આ સેવાયજ્ઞ મોરબી શહેરમાં જુદા-જુદા વિસ્તારમાં ૧૪ કેન્દ્રો દ્વારા ચાલી રહ્યો છે. અને આ સેવાકાર્યોને મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ, લાયન્સ ક્લબના સભ્યો અને સમાજના દરેક સ્તરમાંથી ખુબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રતિ માસ ૧ હજારથી ૧૧૦૦ ગંગાસ્વરૂપ, અસહાય મહિલાઓને અનાજની કીટ આપવામાં આવે છે. જેમાં ૫ કિલોગ્રામ ઘઉં, ૧ કિલોગ્રામ ખીચડી, ૧ કિલોગ્રામ ખાંડ અને ૧ લીટર ખાદ્યતેલ સહિત અંદાજે રૂ.૩૦૦ ની એક કીટ નિ:શુલ્ક આપવામાં આવે છે. જેમાં દાતાની ઈચ્છા અનુસાર વધારાની વસ્તુઓનો પણ ઉમેરો થાય છે. આ ઉપરાંત ગંગાસ્વરૂપ મહિલાઓને સાડી, દવાના બીલ, તેમના સંતાનોને પુસ્તક સહાય તથા સ્કોલરશીપ તથા તહેવારોમાં મીઠાઈનું વિતરણ કરવામાં આવે છે.

ગંગાસ્વરૂપ અસહાય મહિલાઓને સ્વનિર્ભર થવા માટે, ગુજરાત સરકાર માન્ય સીલાઈકામનું શિક્ષણ આપવામાં આવે છે અને સિલાઈકામમાં ઉતીર્ણ થયા બાદ સિલાઈ મશીન આપી કાયમ માટે પગભર થઇ, સ્વાભિમાનપૂર્વક રોજીરોટી કમાઈ શકે છે. આજદિન સુધીમાં ૨૪૦ થી વધારે મહિલાઓને સ્વનિર્ભરતા અપાઈ છે. આ સેવાયજ્ઞમાં સૌથી શિરમોર પ્રવૃત્તિ સમૂહલગ્નની છેલ્લા ૯ વર્ષથી શરૂ કરવામાં આવી છે, જેમાં અસહાય વિધવા મહિલાઓ, વિધુર અને સમાજના વંચિત વર્ગની દીકરીઓના પ્રતિ વર્ષ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. જેમાં દરેક દીકરીને અંદાજે રૂ. ૧ લાખની કિંમતની ઘરવખરી, કબાટ, પલંગ, ગાદલા, ઓશીકા, રસોડાની તમામ ચીજવસ્તુઓ, પાંચ સાડી, પાંચ ડ્રેસ, મેકઅપના શણગારના સાધનો સહિતની સહાય કરવામાં આવે છે. તથા દરેક યુગલ દીઠ ૬૦ વ્યક્તિઓ આ શુભ અવસરમાં લાભ લઇ શકે તે મુજબ ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મોરબીના ઉમાઝ બ્યુટી પાર્લરના ઉમાબેન સૌમૈયા દ્વારા દરેક દીકરીઓને નિ:શુલ્ક દુલ્હનનો શણગાર સજી, તૈયાર કરી આપવામાં આવે છે. આ ૯ વર્ષોમાં ૨૯૫ થી વધારે દીકરીઓને શ્વસુરગૃહે વળાવવામાં આવી હોવાનું જણાવ્યું છે. આગામી તા. ૨૨-૦૨-૨૬ ના રવિવારે આ મુજબના દસમાં સમૂહલગ્નનું આયોજન કરાયું છે. અને આ વર્ષે મોરબી શહેરના ઉદ્યોગપતિઓ, વ્યાપારીઓ અને લાયન્સ ક્લબના સભ્યો તરફથી કરિયાવર ઉપરાંત સોના ચાંદીના ઘરેણાઓ પણ આપવામાં આવશે. આ સમૂહલગ્નમાં જોડાવવાની ઈચ્છા હોય તેઓ વર કન્યાના ૨ ફોટા, બન્નેના જન્મતારીખના ઓરીજીનલ દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ, જાતિનો દાખલો, આવકનો દાખલો, માતા – પિતા તથા બ્રાહ્મણનું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ચુટણી કાર્ડની ઝેરોક્ષ, કન્યાની બેંક પાસબૂકની ઝેરોક્ષ માતા-પિતાનો મરણ દાખલો લઇ અને મહંત બાબુભાઈ સાંઈ મંદિર – ૯૯૦૯૨ ૧૫૭૫૫, બાલુભાઈ કડીવર – ૯૯૭૯૮૯૧૨૧૭, લા. ટી.સી.ફૂલતરિયા – ૮૮૪૯૯૪૮૯૨૫ તથા રણછોડભાઈ કૈલા – ૯૮૨૫૮૦૮૨૮૨ નો સંપર્ક કરવાનો રહેશે. તથા ફોર્મ મેળવવાનું અને પરત આપવાનું સ્થળ મહંત શ્રી બાબુભાઈ – સાંઈ મંદિર, રણછોડ નગર, મોરબી રહેશે. ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ : ૨૨ – ૦૧ – ૨૦૨૬ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!