મોરબીની દલવાડી ચોકડીની સામે આવેલ કેનાલ ઉપર બાંધવામાં આવેલ નાલા-પુલ ઉપર મસમોટું ગાબડું પડ્યું છે ત્યારે આ નાલા-પુલ ઉપરથી આજુબાજુમાં આંબેલી ત્રણથી ચાર સોસાયટી તેમજ વાડી વિસ્તારના હજારોની સંખ્યામાં લોકોની અને વાહનોની અવરજવર ચાલુ હોય ત્યારે તાત્કાલિક આ પડી ગયેલ ગાબડાં અંગે તંત્ર દ્વારા સમારકામ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.
મોરબીના દલવાડી ચોકડીથી નાની કેનાલ જવાના રસ્તે કેનાલની સામેની બાજુ જવા માટે કેનાલ ઉપર બાંધવામાં આવેલ નાલા-પુલ ઉપર મસમોટું ગાબડું પડી ગયું હોય ત્યારે કેનાલની સામેની બાજુ આવેલ સરદારનગર-૩ સોસાયટી, ધર્મભક્તિ, ઉમા-૨ સોસાયટી અને સતવારા વાડી વિસ્તારમાં જવા આવવા દરરોજ મોટી સંખ્યામાં લોકો તથા વાહનવ્યવહાર માટે આ એકમાત્ર નાલા-પુલનો ઉપયોગ કરતા હોય છે ત્યારે આ નાલા-પુલ ઉપર પડી ગયેલ ગાબડાં અંગે તાત્કાલિક તંત્ર દ્વારા સમારકામ કરી ઘટિત કરે તેવી આજુબાજુની સોસાયટીમાં રહેતા લોકો દ્વારા માંગણી ઉઠાવી હતી