મોરબી ફાયર વિભાગ દ્વારા દરબારગઢ ચોક શંઘવી શેરીમાં આવેલ એક વાડામાં આગ લાગી હોવાની જાણ થતા જ ઘટના સ્થળે પહોંચી બનાવ સ્થળની શેરી સાંકળી હોય જેથી આજુબાજુના લોકોની મદદથી બાજુના ઘરમાંથી પાણી ટાંકી અને નાની મોટર દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી 101 ફાયર કંટ્રોલ રૂમ પર કોલ મળેલ કે દરબારગઢ ચોક શંઘવી શેરીમાં વાડામાં(ખંઢેર મકાન)લાકડા કચરામાં આગ લાગેલ છે. જેને લઈ મોરબી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને બનાવ સ્થળની શેરી સાંકડી હોવાને કારણે મીની ફાયર ટેન્ડર પણ ત્યાં ના પહોંચી શકે તેવી હાલત હોવાથી ત્યાં આજુબાજુના લોકોની મદદથી બાજુના ઘરમાંથી પાણી ટાંકી અને નાની મોટર દ્વારા પાણીનો છટકાવ કરી અને પાણીની ડોલ વડે ફાયર ફાઈટરે આગ પર કાબુ મેળવી આજુબાજુના ઘરને નુકસાન થતું અટકાવ્યું હતું. જો કે, વાડામાં(ખંઢેર મકાન)માં કુતરી અને તેના નાના ૦૪ બચ્ચા હોવાને કારણે ત્યાંનાં જાગૃત નાગરિક સાગરભાઈએ ફાયર ફાઈટર ટીમ પોતે તે પહેલા રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા. જો કે, તેમાંથી ૦૧ બચ્ચું જ સહી સલામત બહાર નીકળ્યું હતું. જયારે ૦૧ બચ્ચાનું મોત નીપજ્યું હતું. અને ૦૨ બચ્ચાઓ દાઝ્યા હતા.