Sunday, November 24, 2024
HomeNewsMaliya Miyanaમાળીયા મી. માં છેલ્લા બે વર્ષમાં બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા પુનઃ શરૂ...

માળીયા મી. માં છેલ્લા બે વર્ષમાં બંધ થયેલી ઇ-સ્ટેમ્પિંગની સુવિધા પુનઃ શરૂ થતાં લોકોમાં રાહતનો શ્વાસ 

માળીયા મી.ની સબ રજીસ્ટ્રાર કચેરીમાં પહેલી ઓક્ટોબરથી પુનઃ શરૂ થતા માળીયા.મી તથા જોડિયાના લોકોએ રાહતનો શ્વાસ અનુભવ્યો છે. સબ રજીસ્ટાર કચેરી, માળીયા મી.માં સને ૨૦૧૮ માં બંધ કરી દેવામાં આવેલ ઈ-સ્ટેમ્પીંગની સુવિધા પુનઃ શરૂ કરવા માટે રેવન્યુ બાર એસોસિએશન – મોરબી, તથા મોરબી જિલ્લા સરપંચ પરિષદ તેમજ માળીયા તાલુકા સરપંચ એસોસિએશને આવેદનપત્ર આપી ઘણા સમયથી માંગ કરી હતી. જેના અનુસંધાને કાર્યવાહી થતા તા.૦૧-૧૦-૨૦૨૦ ને ગુરુવારથી ઈ-સ્ટેમ્પિંગની સુવિધા પુનઃ શરૂ થતા લોકોએ રાહત અનુભવી છે. આથી હવે માળીયા તાલુકાના ૫૨ ગામો તથા મોરબી, હળવદ તથા જોડિયા તાલુકાના અમુક ગામોના લોકો, વકીલોને ઇ-સ્ટેમ્પિંગ મેળવવા માં સરળતા રહેશે. ઈ-સ્ટેમ્પ પેપર લેવા જનારએ મિલકતની વિગતો, ખરીદનાર-વેચનારના નામ- સરનામા તથા ઇ-સ્ટેમ્પિંગ જેના નામનું લેવાનું હોય તેના આધારકાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી. જેથી ઈ-સ્ટેમ્પ પેપર મેળવવામાં મુશ્કેલી ન પડે. રેવન્યુ બાર એસોસિએશન, મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરા, મોરબી જીલ્લા સરપંચ એસોસિયેશનના પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, તેમજ તાલુકા સરપંચ એસોસિયેશનના પ્રમુખ ભાવેશભાઇ સાવરીયાની એક સંયુક્ત યાદીમાં ઉપર મુજબ જણાવવામાં આવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!