માળીયા મી. માં ૧ ઓક્ટોબરથી શરૂ થયેલી મગફળી ઓનલાઈનની ખરીદી પ્રક્રિયામાં ફોર્મ ભરવાની મહત્વની કામગીરી કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરોએ પોતાની માંગણીને લઈને હડતાળ જાહેર કરી હતી. જો કે, સંગઠનના અભાવે કોમ્પ્યુટર ઓપરેટરોમાં બે ફાંટા પડી જતા ઘણી જગ્યાઓ પર ઓપરેટરો કામે વળગ્યા હતા. ઉક્ત હડતાળ સંદર્ભે માળીયા મી. તાલુકાના સુલતાનપુર ગ્રામપંચાયતે ઓપરેટરોની માંગણી વ્યાજબી હોવાનું જણાવી તેને ટેકો જાહેર કર્યો છે. ગામના સરપંચ હીરાબેને ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક મંડળને ટેકો જાહેર કરતા જણાવ્યું હતું કે સરકાર ઓપરેટરોની માંગણીનો જલ્દીથી સ્વીકાર કરે.