રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસપી રાહુલ ત્રિપાઠીએ મોરબી જીલ્લામાં ચોરીછુપીથી અનઅધિકૃત પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી આવી પ્રવૃતિ કરનાર ઇસમોને કાયદાના પાઠ ભણાવવા સુચના કરેલ હોય જે અંગે કામગીરી કરતા દરમિયાન મોરબી ક્રાઇમ બ્રાંચએ મોરબી તાલુકાના શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાંથી અનઅધિકૃત રીતે ગેસ કટીંગ કરતા બે ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડની ટીમને ખાનગી રાહે હકિકત મળેલ કે, શાપર ગામ પાસે આવેલ ભાગ્યલક્ષ્મી રાજસ્થાની હોટલના ગ્રાઉન્ડમાં હોટલ સંચાલક ભગીરથ મંગારામ બિશ્નોઇ (રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)) અમુક ઇસમો સાથે મળી હોટલના ગ્રાઉન્ડમાં પડેલ ગેસના ભરેલ ટેન્કરમાંથી ગેસ કાઢવાની ગેર કાયદેસર પ્રવુતી કરે છે. જે હકીકત આધારે રેઇડ કરી GJ-06-AZ-0432 નંબરનાં ગેસ ભરેલ ટેન્કરમાં ગેસના જથ્થા સહિતની કુલ રૂ.૫૦,૬૬,૦૭૯/-નાં મુદ્દામાલ સાથે રાહુલ જેતારામ કુરાડા (રહે પમાણા તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)), બુધારામ વાગતારામ ખિચડ (રહે. ભુતેલ તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન)) નામના બે ઇસમોને રૂ. ૫૦,૬૬,૦૭૯/-ના મુદામાલ સાથે પકડી પાડી તેમની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ ભગીરથ મંગારામ બિશ્નોઇ (રહે. બાગલી તા.સાંચોર જી.જાલોર (રાજસ્થાન)) તથા ટૅન્કર નં.GJ-06-AZ-0432 ના ચાલક મળી કુલ ૪ આરોપીઓ વિરુધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેકટર એમ.પી. પંડ્યા, બી.ડી. ભટ્ટ, એસ.આઇ. પટેલ, વી.એન. પરમાર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. તેમજ એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ, સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવી છે.