રોડના કોન્ટ્રાક્ટરોએ મંજૂરી વગર રોડનું ખોદકામ કરતા ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી નાસભાગ, ગેસના અધિકારીઓ સ્થળ પર જવા રવાના
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ નરસંગ ટેકરી મંદિર પાસે નવા રોડ બનાવવાના કામ માટે કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડના કોન્ટ્રાક્ટરોએ રોડનું ખોદકામ કરતા ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી નાસભાગ મચી ગઇ છે. જો કે ગેસની લાઈનની સાથે પાણીની લાઈન પણ તૂટી હતી જરના લીધે રવાપર રોડની આજુબાજુ ની 120 સોસાયટી ના લોકો જમ્યા વિના રહ્યા હતાં અને અમુક લોકોને ટિફિન મંગાવવા પડ્યા હતા ત્યારે અધિકારીઓએ ફોન ઉપાડવા ના પણ બંધ કરી દેતા લોકોમાં રોષ વધુ જોવા મળ્યો હતો તો ગુજરાત ગેસના હેલ્પલાઇન નમ્બર પણ બંધ આવતા હતા આવા સમયે લોકોને ભારે હાલાકી થઈ છે જો કે રોડના કોન્ટ્રાક્ટરોએ કોઈપણ જાતની મંજૂરી લીધા વગર રોડનું આડેધડ ખોદકામ કરાવતા આ સ્થળે ગેસની લાઈન અને પાણીની લાઈન તૂટી ગઈ હતી. ગેસની લાઈન તૂટતા ગેસ લિકેજથી થોડીવાર માટે અફડાતફડી સર્જાઈ છે. હાલ બપોરના સમય માટે ગૃહીણીઓને રસોઈ કામ કરવાનું હોય તેવા સમયે જ ગેસની લાઈન તૂટતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. જો કે હજુ સુધી આ ગેસ ચાલુ થયો ન હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે છતાં ગેસે ગેસ વગરના લોકો રહેતા લોકોમાં ભરર નારાજગી જોવા મળી હતી