હળવદ ના સરા ચોકડી પાસે આવેલ ક્રોસરોડ કોમ્પલેક્ષ ખાતે એક નંદી કોમ્પલેક્ષ ના પહેલા માણે ચડી જતા ત્યાં હજાર દુકાનદારો એ ગૌસેવકો ને આ અંગે જાણ કરતા ગૌ સેવકો ઘટના સ્થળે પહોંચી અને રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ ૨ કલાક ની જહેમત બાદ પણ નીચે ના ઉતરતા હળવદ નગરપાલિકા ના ફાયર વિભાગ માં જાણ કરતા ફાયર ની ટીમ અને બધું ગૌ સેવકો ને ફોન કરી બોલાવી અને બાજુ ના પતરા ના સેડ પર નંદી એ છલાંગ લગાવતા ભારે કુતૂહલ વચ્ચે ક્રેન બોલાવી અને બે ગૌ ભક્તો પતરા ના સેડ પર જઈને પોતાના જીવ ની ચિંતા કર્યા વગર અને ક્રેન મારફતે પટ્ટા બાંધી અને સહી સલામત નીચે ઉતારી દિલ ધડક રેસ્કયુ ઓપરેશન સફળ થયું હતું ઉપર વીજ વાયર હોઈ ત્યારે શોર્ટ સર્કિટ ના થાય તે માટે પી.જી.વી.સી.એલ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને ક્રેન ની સર્વિસ દિનેશભાઈ ભરવાડ દ્વારા નિઃશુલ્ક પૂરી પાડવામાં આવી હતી ત્યારે આવી ઘટના બનતા લોકો ના ટોળે ટોળા એકત્ર થઇ ગયા હતા અને ગૌસેવકો અને આ કાર્ય ને સફળ બનાવનારા તમામ લોકો ને બિરદાવ્યા હતા.