મોરબી તાલુકાના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુ માંથી ફરીયાદીનું જી.સી.બી. કંપનીનુ 3DX મોડલનુ મશીન કીમત રૂ. 30,00,000 નું અજાણ્યો ચોર ચોરી કરી જતો રહેતા અજાણ્યા ઇસમ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરતા પોલીસે ચોરને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મોરબી તાલુકાના અણીયાળી ચોકડી, સિલ્વર હોટલની બાજુ માંથી અજાણ્યો ચોર જી.સી.બી. કંપનીનુ 3DX મોડલનુ મશીન 30,00,000 ચોરી થતાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં તાલુકા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી ચોરીન ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી. ચોરીના બનાવ બન્યાની નજીક સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા ચેક કરાતા જી.સી.બી. જોવા મળતાં આરોપીનો રૂટ તપાસી સાથો સાથ એક શંકાસ્પદ મોટર સાયકલ જતું જોવા મળતા પોકેટ કેપના માધ્યમથી મોટર સાયકલ GJ-01-LK-2179 વાળા નો ઓનર ભરતભાઇ રવજીભાઈ ચૌહાણ ભાવનગર તાલુકાના નાગધણીબા રહેવાસીનું હોવાનું જાણવા મળતાં ટીમને ગામ ખાતે રવાના કરતા ભાવનગરના નાગધણીબા ગામ ખાતેથી ચોરીમાં ગયેલ જી.સી.બી મશીન તથા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ સાથે શૈલેષભાઈ ભરતભાઈ ચૌહાણ અને વિશાલભાઈ વલ્લભભાઈ મકવાણા નામના બે ઈસમોને પકડી 30 લાખનું જે.સી.બી તેમજ 25,000 કિંમતનું મોટર સાયકલ કબ્જે કરી 30,25,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે..