મોરબી માં અવાર નવાર વીજ કાપ ને લઈને મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશભાઇ રબારી એ આ વીજ કાપ ને જીઈબી ની મનમાની ગણાવતા કહ્યું હતું કે મોરબી શહેર માં જીઇબી પોતાની મનમાની કરી ગમે ત્યારે લાઈટ બંધ કરી પ્રજા ને પરેશાન કરી રહી છે.મોરબી શહેર માં અવાર નવાર બુધ વાર અને રવિવારે મેન્ટેનન્સના બહાને લાઇટ કાપ મૂકવા માં આવે છેલા ૬માસ થયા આવી કામગીરી ચાલી રહેલ છે તે કામગીરી હજુ સુધી પૂરી કરવા માં આવેલ નથી તેવું લાગી રહ્યું છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જીઇબીની અણઆવડત કહો કે ઈરાદા પૂર્વક આખા દિવસ અને રાત માં ગમે ત્યારે પાવર બંધ કરી આ કાળઝાળ ઉનાળા માં બપોર ના સમયે પાવર કાપ મૂકી લોકો ને પરેશાન કરવા માં આવે છે તેમજ જરા પણ વાતાવરણ માં ફેરફાર થાય ત્યાં તરત લાઈટ બંધ કરી નાખવા માં આવે છે અને કલાકો સુધી પાવર ચાલુ કરવા માં આવતો નથી તેમજ જી ઇ બી દ્વારા આપવા માં આવેલ ફરિયાદ લખાવવા માટે નો ફોન સતત એંગેજ બતાવે છે અથવા કોઈ કર્મચારી ફોન ઉપાડતાં નથી ત્યારે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના આગેવાન અને માલધારી સેલ ના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રબારી એ જી ઇ બી ના મુખ્ય અઘિકારી ને રજૂઆત કરેલ છે આવા આકરા ઉનાળા માં પાવર કાપ બંધ કરી પ્રજા ની જરૂરિયાત મુજબ નો વીજ પુરવઠો મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેમ રમેશ ભાઈ રબારી દ્વારા જણાવવામાં આવ્યું છે.