કાજલ હિન્દુસ્તાનીના પાટીદાર દીકરીઓ મુદ્દે વિવાદિત નિવેદનનો મામલો હજુ ગરમાયો છે. આવતીકાલે મોરબીમાં પાટીદાર મહા સંમેલન યોજવામાં આવશે. આયોજન બાબતે પાટીદાર અગ્રણીઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ પર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. જેને લઇને પાટીદાર સમાજમાં રોષ ની લાગણી ફેલાઇ છે. તેને લઇને આવતી કાલે મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદનનો
વિરોધ કરવા માટે મહાસંમેલન નું આયોજન કરાયું છે. આગામી સમયમાં જો કાજલ હિન્દુસ્તાની માફી નહિ માંગે તો સમગ્ર ગુજરાતમાં મહા સંમેલન યોજાશે અને મોરબી બંધનુ પણ એલાન આપવામાં આવશે તેવી ચીમકી પાટીદાર અગ્રણીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે. તેમજ કાજલ હિન્દુસ્તાની વિરૂદ્ધ કોર્ટ દ્વારા પણ લડત ચાલુ રાખવામાં આવશે તેમ પણ પાટીદાર અગ્રણીઓ જણાવી રહયા છે.









