મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલોપર્સની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં એસોસિએશનના નવા પ્રમુખ તરીકે સંતોષભાઈ શેરસિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. તેમજ પૂર્વ પ્રમુખ અને તેમની દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવેલી કામગીરીનો હિસાબ સમાન્ય સભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલોપર એસોસિએશનની સાધારણ સભા યોજાઈ હતી. જેમાં આગામી વર્ષ માટે પ્રમુખ પદે સંતોષભાઈ શેરસીયાની વરણી કરવામાં આવી છે. મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ઘોંડણા ગામ એન્ડન હિલ ખાતે મોરબી જિલ્લા બિલ્ડર એન્ડ લેન્ડ ડેવલોપર્સ એસોસિએશનની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્તમાન પ્રમુખ ભરતભાઈ બોપલીયા અને તેની ટીમની મુદત પૂરી થતી હોય આગામી વર્ષ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અને તેની સાથે સાથે છેલ્લા વર્ષ દરમિયાન કરવામાં આવેલ કામગીરીનો હિસાબ બેઠક દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. આ સાધારણ સભાની બેઠકમાં આગામી વર્ષ માટે પ્રમુખ પદે સંતોષભાઈ શેરસિયા, ઉપપ્રમુખ હિતેશભાઈ રંગપરિયા, રુચિર ભાઈ કારિયા, જગદીશભાઈ તેરવાડીયા મહામંત્રી પદે પુષ્પરાજસિંહ જાડેજા, મંત્રી તરીકે કેતનભાઇ લોરીયા તથા કોષાધ્યક્ષ તરીકે રમણીકભાઈ આજરોજાની સર્વાનું મતે વરણી કરવામાં આવી છે. આગામી સમયમાં મોરબી બિલ્ડરોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય સર્જાય તો એક બીજાને સાથ સહકાર આપીને સારામાં સારી કામગીરી મોરબીની આસપાસના ડેવલપમેન્ટમાં થાય તેના માટે કામગીરી કરવામાં આવશે તેવી લાગણી સૌ કોઈ નવનિયુક્ત હોદ્દેદારોએ વ્યક્ત કરી હતી. આ સાધારણ સભામાં મોરબીના તમામ પત્રકારોનું પણ મોરબી જિલ્લા બિલ્ડર્સ એન્ડ લેન્ડ ડેવલોપમેન્ટ એસોસિએશન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં ડી એલ રંગપરિયા, સામજીભાઈ રંગપરીયા, પરેશભાઈ પટેલ, અનિલભાઈ વરમોરા, વસંતભાઈ પટેલ, ભાવેશભાઈ કણજારિયા, મનસુખભાઈ આજરોજા, ગોપાલભાઈ કાસુન્દ્રા, પરેશભાઈ કચોરિયા સહિતના મોરબીના જાણીતા બિલ્ડરો પણ ઉપસ્થિત રહ્યા હતા….