મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 13એજન્ડા રજુ કરવામાં આવ્યા હતા જેમાં બે એજન્ડા નામંજૂર કરવામાં આવ્યા , વિપક્ષની ચેમ્બર માટેની માંગણી પણ ઠુકરાવી દેવામાં આવી હતી
મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોરા અને ડીડીઓના અધ્યક્ષસ્થાને મળેલી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની બેઠકમાં ૧૩ એજન્ડાઓ રજુ કરવામાં આવ્યા હતા જેમાં એજન્ડા નં ૦૭ અને ૦૮ નામંજૂર કરવામાં આવ્યા હતા એજન્ડા નં ૦૭ માં જીલ્લા પંચાયત સ્વભંડોળની વર્ષ ૨૦૧૮-૧૯,૨૦૧૯-૨૦, ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટના કામોની અત્રે રજુ થયેલ વહીવાહી મંજુરીની દરખાસ્તો અંગે નિર્ણય કરવા અને એજન્ડા નં ૦૮ જીલ્લા પંચાયત રેતી રોયલ્ટીની ગ્રાન્ટના વર્ષ ૨૦૨૦-૨૧ ની ગ્રાન્ટના કામો અત્રે રજુ થયેલ વહીવટી દરખાસ્તો અંગે નિર્ણય કરવાના બંને એજન્ડાઓ નામંજૂર કરવામાં આવ્યા છે બાકીના એજન્ડાઓને બહાલી આપવામાં આવી હતી
જીલ્લા પંચાયતમાં વિપક્ષ નેતા નયનભાઈ અઘારાએ પંચાયત ધારા મુજબ જીલ્લા પંચાયતમાં ક્યાં હોદેદારોને ચેમ્બર ફાળવી સકાય તેવો પ્રશ્ન કર્યો હતો જેનો જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ માં આ બાબતે કોઈ સ્પષ્ટ જોગવાઈ ધ્યાન પર આવેલ નથી હાલ પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ ઉપરાંત સાત સમિતિના અધ્યક્ષને ચેમ્બર ફાળવી છે તો પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્યના એકેય જીલ્લામાં વિપક્ષ નેતાને ચેમ્બર ફાળવાઈ નથી જેથી મોરબી જીલ્લા પંચાયતના નેતા વિપક્ષને ચેમ્બર ફાળવવા ઇનકાર કર્યો છે.