ગઈકાલે મોરબી નગરપાલિકા ની સામાન્ય સભા યોજાઈ હતી જેમાં ઝૂલતા પુલ કેસ માં રાજ્ય સરકાર તરફથી મળેલ નોટિસ ના જવાબ આપવા મામલે તેમજ વેરા ના વ્યાજ માફ માટે ના એજન્ડા પર ચર્ચાઓ થઈ હતી અગાઉ પણ નોટિસ ના જવાબ મામલે સભા યોજાઈ હતી જેમાં મોરબી નગરપાલિકા દ્વારા સરકાર પાસે દસ્તાવેજી પુરાવા મંગવામાં આવ્યા હતા જે પૂરાવા સરકાર દવારા અપાયા બાદ ફરીથી સરકાર દ્વારા જવાબ મંગવામાં આવ્યો હતો જેથી હવે જવાબ તૈયાર કરી ને સરકારને મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
મોરબી નગરપાલિકા ની આ સામાન્ય સભામાં ઝૂલતા પુલ કેસમાં નગરપાલિકાને મળેલ નોટિસ મામલે જવાબ આપવાનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો જેમાં મોરબી નગરપાલિકા દ્વારા તૈયાર કરેલ જવાબમાં જણાવ્યા મુજબ મોરબી નગરપાલિકા દ્વારા ઝૂલતો પુલ સોંપવામાં આવ્યો નથી જે કરાર થયેલ છે તે ફક્ત રોજ મેળ છે અને તેમાં આ કરાર મામલે આગામી સભામાં ઠરાવ કરવા માટે બહાલી આપવાનું જણાવાયું છે અને અગાઉ જ્યારે કોંગ્રેસ ની બોડી હતી ત્યારે ઠરાવ થયેલ છે અમે કોઈ ઠરાવ કરેલ નથી અને આ અંગે ઓરેવા કંપની એ સીધો કલેક્ટર સાથે પત્રવ્યવહાર કરેલ છે મોરબી નગરપાલિકા સાથે પત્રવ્યવહાર કરેલ નથી જેથી મોરબી નગરપાલિકા આ મામલે જવાબદાર નથી ફક્ત રોજમેળ પૂરતી મોરબી નગરપાલિકા જવાબદાર છે તેમજ મોરબી પાલિકાના ૫૨ પૈકી ૪૧ સભ્યો એ પોતાનો જવાબ અલગથી રજૂ કરવા જણાવ્યું હતું જેમાં તેઓએ જણાવ્યું હતું કે મોરબી નગરપાલિકા ના કોઇ સભ્યોની સહી નથી અને ઝૂલતા પુલ મામલે ઠરાવ કરવામા આવેલ નથી જેથી સભ્ય આ મામલે જવાબદાર નથી તેમજ અન્ય એજન્ડા માં રાજ્યસરકાર ના આદેશ મુજબ વેરા વસૂલાત પર વ્યાજમાફી ની યોજના અંગે ઠરાવ કરવામા આવ્યો હતો જે સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યો હતો.