Saturday, September 21, 2024
HomeGujaratમોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન...

મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા જનરલ સેક્રેટરી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખાયો

રાજ્યના જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસન દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવા માંગ કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અતિવૃષ્ટિના કારણે પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. જેથી પાક નુકશાની સહાય પેકેજ જાહેર કરી ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવા અને જમીન ધોવાણનું વળતર ચૂકવવા માંગ કરાઈ છે.

- Advertisement -
- Advertisement -

ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, તારીખ 10 ઓગસ્ટ 2020 ના રોજ રાજ્ય સરકારે ખેડૂતોને કુદરતી આપતીઓ સામે રક્ષણ આપતી યોજના પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી દીધી ત્યારબાદ ગુજરાતના ખેડૂતો માત્ર સરકારની રહેમ અને દયા પર આધારિત થઈ ગયા હતા. જેથી સરકારે 20 ઓગસ્ટ 2020 ના રોજ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હારતી. તે યોજના 2 વર્ષ પરિપત્ર આધારિત માત્ર કાગળ પર રહી ગુજરાતના એકપણ ખેડૂતને એકપણ રૂપિયાની સહાય આ યોજના મુજબ આપવામાં આવી નહિ. આમ ગુજરાત સરકારે ગુજરાતના ખેડૂતોને “રામ ભરોસે” છોડી દીધા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને કુદરતી આપતી સામે રક્ષણ આપતી એકપણ યોજના અમલમાં ન હોય કેન્દ્ર સરકારના 2016 ના અછતગ્રસ્ત મેન્યુઅલનો અમલ પણ કેન્દ્ર/રાજ્ય સરકાર કરતી ન હોય ખેડૂતો માટે કેન્દ્ર/રાજ્ય સરકાર જાણે ઓરમાયું વર્તન કરતી હોય તેવું બહુ સ્પષ્ટ લાગી રહ્યું છે. કેમ કે છેલ્લા 10 વર્ષમાં સરકાર દ્વારા 200-500 ઉદ્યોગકારોના 14 લાખ 56 હજાર કરોડ રૂપિયા માફ કરવામાં આવ્યા છે, સુરતના સંજય એજાવા ભાઈએ કરેલી RTI માં મળેલી માહિતી મુજબ, 24 લાખ 95 હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગકારોની લોન “રાઇટ ઓફ” કરી છે અને જાણવા મળતી માહિતી મુજબ સરકારે છેલ્લા 10 વર્ષમાં કોર્પોરેટ ટેક્ષ જે 32% હતો તે ધીમે ધીમે ઘટાડીને 22% કરી ઉદ્યોગકારો માટે ફાયદો અને દર વર્ષે દેશ પર 4 લાખ કરોડનું ભારણ વધાર્યું છે. જો ઉદ્યોગકારો માટે “લોન માફી”, “લોન રાઈટ ઓફ”, “ફ્રોડ લોન એન્ડ એમ્નેષ્ટી”, “લોન પૂન:રચના” જેવી જોગવાઈઓ હોય, RBI માં પણ જોગવાઈઓ હોય તો ખેડૂતો માટે કેમ નહિ ???

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ચાલુ વર્ષે ગુજરાતનાં મોરબી જિલ્લાનાં હળવદમાં 140%, મોરબી માળિયામાં 156%, ટંકારામાં 190%, વાંકાનેરમાં 177% આમ મોરબી જિલ્લામાં 140% થી વધારે વરસાદ થયો છે. એ સાબિત કરે છે કે મોરબી જિલ્લામાં લીલો દુષ્કાળ જાહેર કરવો જ જોઈએ, ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષના ગાળામાં જેમ 200-500 ઉદ્યોગકારોના પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 50 થી 60 લાખ કરોડ જતા કર્યા છે. એમ ગુજરાતના તમામ લોન ધારક ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ અને પશુપાલકોએ લીધેલ લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવે, ગુજરાતમાં લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, સૂકા ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવે, નદીકાંઠે આવેલા ખેતરોમાં ખૂબ મોટું નુકશાન થયું છે. ત્યારે જમીન ધોવાણનું વળતર આપવામાં આવે આ ઉપરાંત ખેડૂતોને થયેલ પાક નુકશાની સામે SDRF સિવાય ઓછામાં ઓછું રાજ્ય સરકારના ભંડોળમાંથી 10 હજાર કરોડનું આર્થિક પેકેજ આપવામા આવે તે ઉપરાંત 10 ઓગસ્ટ 2020 ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી પાકવીમાં યોજના બંધ કરી હતી ત્યારે ગુજરાતના 10-12 લાખ ખેડૂતોએ વર્ષ 2020-21 ના વર્ષનું અંદાજે 450 કરોડ કરતા વધારે રકમનું પાકવીમાં પ્રીમિયમ ભરી દીધા પછી આ યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ ખેડૂતોએ ભરેલ તે પ્રીમિયમ હજુ સુધી પરત કરવામાં આવ્યું નથી. તો તે પ્રીમિયમ વ્યાજ સાથે દરેક ખેડૂતોને પરત કરવામાં આવે તેવી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં માંગ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!