Saturday, July 26, 2025
HomeGujaratમાત્ર ૧૦ રૂપિયામાં કરવો હેલ્થ ચેકઅપ:આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા Pulse Of Parenthood...

માત્ર ૧૦ રૂપિયામાં કરવો હેલ્થ ચેકઅપ:આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા Pulse Of Parenthood નું કરાયું આયોજન

આજના સમયમાં લાંબો સમય બેસી રહીને કામ કરવાની પદ્ધતિ અને ખાણી-પીણીની બિનઆરોગ્યપ્રદ રીતોને કારણે રોગો થતા અટકાવવા ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેની સાથે સાથે યોગ્ય સારવાર માટે સમયસર નિદાન પણ જરૂરી છે. તેથી, મેડિકલ પ્રોફેશનલ દ્વારા, મેડિકલ જટિલતાઓને ટાળવા માટે રોગોના વહેલી તકે નિદાન માટે માટે પ્રિવેન્ટિવ હેલ્થ ચેકઅપના મહત્વ પર વધુ ભાર આપવામાં આવે છે. ત્યારે મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા Pulse Of Parenthood નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર ૧૦ રૂપિયામાં હેલ્થ ચેકઅપ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા આયુષ હોસ્પિટલ જુના બસ સ્ટેન્ડ પાસે આગામી તા. 27 જુલાઈ, 2025 ના રોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી Pulse Of Parenthoodનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં માત્ર ૧૦ રૂપિયામાં હેલ્થ ચેકઅપ કરી આપવામાં આવશે. તેમજ માતાઓ માટે આરોગ્ય તપાસ કરવામાં આવશે. જેમાં સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સલાહ, ફ્રી ECG, RBS, CBC, НЬА1С, X-Ray (Chest, Spine, Knee), BMD તથા Urine R/M, Creatinine કરી આપવામાં આવશે. તેમજ પિતા માટે સ્પેશ્યાલીસ્ટ ડોકટરોની સલાહ તેમજ ફ્રી ECG, RBS, CBC, HbA1C, X-Ray (Chest, Spine, Knee), BMD અને Urine R/M, Creatinine કરી આપવામાં આવશે. ત્યારે આ સેવાનો લાભ લેવા આજે જ +91 80008 42000 પર એપોઈન્ટમેન્ટ બુક કરાવો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!