મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી તોડ કાંડ,રોડ કાંડ અને ગટર કાંડ ની બાબતો વાયરલ થઈ રહી છે ત્યારે અમુક જગ્યાએ ગટર માંથી ગોડલા અને પાથરો ભરેલ બચકા નીકળ્યા હોવાના ફોટો પણ વાયરલ થયા હતા અને વાયરલ તો ઠીક મોરબી માળિયાના ધારાસભ્યએ ખુદ એ ફોટો શનાળા રોડ વીસીપરા ગટર ના હોવાનું લખાણ સાથે પોતાના ઑફિસિયલ ફેસબુક પેજના અપલોડ કર્યા હતા.જ્યારે એ જ ફોટા ગત વર્ષ ૨૫ જુલાઈ ૨૦૨૨ ના રોજ તે સમયના મોરબી નગરપાલિકાનાં ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા એ રણછોડ નગર ની ગટર માંથી બાચકા અને ગોદળા નીકળ્યા હોવાના લખાણ સાથે પોતાના ઓફીસિયલ પેજ પર અપલોડ કર્યા હતા.
ત્યારે સવાલ એ થાય છે કે વર્ષ પહેલાં રણછોડ નગર માંથી નીકળેલ બાચકા અને ગોદળા એ જ પરિસ્થિતિ માં વિસીપરા અને શનાળા રોડ પરથી કેવી રીતે નીકળ્યા? જો કે એ વાત શક્ય નથી અને આ ફોટા ખુબ વાયરલ થયા હતા અને વાયરલ તો થયા પણ મોરબી માળિયાના ધારાસભ્ય એ કાંતિલાલ અમૃતિયા એ ખુદ પોતાના ફેસબુક પેજ પર શાનાલા રોડ અને વિસી પરા ની ગટરમાંથી નીકળ્યા હોવાનું લખાણ કરી ને આ ફોટો પોસ્ટ કર્યા હતા ત્યારે હવે વાયરલ વિડિયો,વાયરલ ફોટા અને વાયરલ વાતો જ સાંભળી રહી છે અને ગંદકી અને કચરાના ઢગ વચ્ચે મોરબીની જનતાને માત્ર વાયરલ બીમારીનો શિકાર બની રહી છે.