Friday, April 26, 2024
HomeGujaratલ્યો બોલો ! મોરબીના સરકારી અધિકારીઓની ગાડીના કોન્ટ્રકટ પર રહેલા ડ્રાઇવરના પગાર...

લ્યો બોલો ! મોરબીના સરકારી અધિકારીઓની ગાડીના કોન્ટ્રકટ પર રહેલા ડ્રાઇવરના પગાર જ નથી થયા

મોરબી જીલ્લો બન્યા બાદ અનેક સુવિધાઓથી વંચિત છે જો કે આ આ જીલ્લો બનાવવામાં આવ્યા બાદ જીલ્લા કક્ષાની કચેરીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં મોરબી જીલ્લામાં જુદી જુદી કચેરીઓમાં જુદા જુદા કલાસ વન અને કલાસ ટુ અધિકારીને પોસ્ટિંગ આપ્યા બાદ સરકારી ડ્રાઈવરને બદલે ખાનગી કંપની ને આવા કર્મચારીઓ ના કોન્ટ્રકટ આપી દેવામાં આવે છે ત્યારે આવા કોન્ટ્રકટ પર રહેલા ડ્રાઈવર પગારથી વંચિત રહેલા છે.

- Advertisement -
- Advertisement -

જેમાં આ ખાનગી કંપની મિડિયેટ એજન્સી ના સંચાલક મહેશભાઈ નામના વ્યક્તિને કર્મચારી દ્વારા ફોન કરવામાં આવે છે, તો ગલ્લા તલ્લા કરી અને તમારે રહેવુ હોય તો રહો નહિ તો છોડી દો તેમ કહી નોકરી છોડવાની ધમકી આપે છે. ત્યારે આ ખાનગી કંપનીઓ જો કર્મચારીઓ ના પગાર અને પી એફ પણ પુરા પાડી શક્તિ ન હોય તો શા માટે આવા કોન્ટ્રકટ માટે ટેન્ડરો ભરે છે એ પણ મોટો સવાલ છે હાલ આ માટે કર્મચારીઓ દ્વારા તેના અધિકારીઓને લેખિત રજુઆત કરતા તેઓએ જીલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી પ્રશ્નનું નિરાકરણ કરવા આશ્વાસન આપ્યું છે. પરંતુ ખાનગી કંપનીના હાથમાં આવા કોન્ટ્રકટની બાગડોર જવાથી અરજદાર અને તેના નેજા હેઠળ કામ કરતાં કર્મચારીઓનું શોષણ થાય છે ત્યારે આવા સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી થાય તે અત્યંત જરૂરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!