Thursday, January 16, 2025
HomeGujaratમોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં પાટીદાર સમાજના ઘડિયા...

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આયોજિત ઘડિયા લગ્નમાં પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા

પાટીદાર સમાજ દ્વારા શરૂ કરાયેલ ઘડિયા લગ્નની પહેલને દરેક સમાજના લોકો આવકારી રહયા છે જેને દિવસેને દિવસે પ્રચંડ પ્રતિસાદ મડી રહ્યો છે ત્યારે આજે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને પાટીદાર સમાજના ઘડિયા લગ્ન યોજાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઘડિયા લગ્નની જેહમત રંગ લાવી રહી છે.પાટીદાર સમાજના આગેવાનો દ્વારા શરુ કરાયેલ ઘડિયા લગ્નને વધુને વધુ લોકો આવકારે તે માટે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સર્વ સમાજ માટે પોતાના ઉમા ટાઉનશીપ ખાતે આવેલા તેમના બંગલા બહાર પ્લોટની જગ્યા ફાળવી છે જ્યારે વર અને કન્યા બન્ને પક્ષના મહેમાનોને લગ્ન સમયના જમણવારનો ખર્ચ પણ તેમના તરફથી આપવામાં આવી રહ્યો છે જેનો તમામ સમાજના લોકો લાભ લઇ રહ્યા છે ત્યાંરે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા આ આયોજનમાં પાટીદાર સમાજના યુવક યુવતીઓના ઘડિયા લગ્ન યોજાયા હતા. જેમાં જયશ્રીબેન સવજીભાઈ સરડવાના લગ્ન પ્રવીણભાઈ મગનભાઈ બાવરવા સાથે યોજાયા હતા આ તકે મણિલાલ સરડવા માળિયા તાલુકા ભાજપ પ્રમુખ નયનભાઈ કાવર, રવિભાઈ ઘુમલીયા માળિયા તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ, ગોપાલભાઈ સરડવા પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, મનસુખભાઈ આદ્રોજા પૂર્વ મહામંત્રી માળિયા તાલુકા ભાજપ, લીંબાભાઇ મસોત અગ્રણી ઉદ્યોગપતિ સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ નામો ઘડિયાળ આપી નવ યુગલોને આશિર્વાદ આપ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!