ગુજરાતના ડી.જી.પી. દ્વારા તાજેતરમાં અમદાવાદ ખાતે બનેલ ગંભીર વાહન અકસ્માતના બનાવ અનુસંધાને સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર, મોટર સાયકલ ઉપર હાઇવેરોડ રસ્તા ઉપર જોખમી સ્ટંટ કરતા વાહન ચાલકો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ એક માસની સ્પેશ્યલ ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે અનુસંધાને કામગીરી કરતા દરમિયાન મોરબી જિલ્લાના હળવદ ઘનશ્યામગઢ ગામે જાહેરમાં મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરતા ઇસમે અગાઉ સોશીયલ મીડીયામાં વિડીયો અપલોડ કરેલ હોય જે જોખમી સ્ટંટબાઝ મોટર સાયકલ ચાલકને પકડી પાડી મોરબી ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર તથા મોરબી જિલ્લા એસ.પી રાહુલ ત્રિપાઠીએ સ્પેશ્યલ ડ્રાઇવ બાબતે હાઇવે રોડ રસ્તા ઉપર તેમજ સોશીયલ મીડીયામાં ઉપર અગાઉ આ પ્રકારના વાહનોના જોખમી સ્ટંટ કરતા વીડીયો સોશીયલ મીડીયા ઉપર અપલોડ કરેલ હોય તે બાબતે તપાસ કરી આવા ઇસમોને જરૂરી કાયદાકિય પાઠ ભણાવી કાયદાનું ભાન કરાવવા એલ.સી.બી. પી.આઇ ડી.એમ. ઢોલને સુચના કરતા એલ.સૌ.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો આ કામગીરી કરવા સારૂ કાર્યરત હતાં અને હળવદ તાલુકાના ઘનશ્યામગઢ ગામે રોડ ઉપર આશરે છ માસ પહેલા એક યુવક મોટર સાયકલ ઉપર જોખમી સ્ટેટ કરતો વિડીયો સોશીયલ મીડીયા ઉપર અપલોડ કરેલ હોય જે બાબતે વિડીયોનું જીણવટ ભર્યું નિરીક્ષણ કરી મોટર સાયકલનું નંબર GH-36-AE-1025 હોવાનું જણાય આવતા આ બાબતે મોરબી એલ.સી.બી. ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ઘનશયામગઢ રોડ ઉપર ઉપરોકત નંબર વાળા મોટર સાયકલનો ચાલક પોતાની તથા અન્યની જીંદગી જોખમાય તે રીતે પૂર ઝડપે મોટરસાઇકલ ચલાવતો મળી આવતા મજકુરને હસ્તગત કરી તેની પુછપરછ કરતા રોહીતકુમાર દલપતભાઇ મકવાણા (રહે. નવા ધનશ્યામગઢ તા. હળવદ મુળ પોરડા તા. પાટડી જી. સુરેન્દ્રનગર) આ બાબતે સોશીયલ મિડીયામાં અપલોડ થયેલ વિડીચો જોતા તે જ હોય જેથી મજકુર મોટર સાયકલ ઉપર જોખમી સ્ટંટ કરવા વાળો હોય અને મોટર સાઈકલ પુરઝડપે ચલાવવાની ટેવ વાળો હોય જેથી તેના વિરૂધ્માં હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી હતી કે, માનવ જીવન બહુમુલ્ય છે માટે પોતાની તથા અન્યની જીંદગી જોખમાય નહીં તે રીતે સાવધાની પૂર્વક વાહન ચલાવવા અને તમારી આસપાસમાં આવા કોઇ સ્ટેટબાઝ વાહન ઉપર સ્ટંટ કરતા જણાય આવે તો તાત્કાલીક મોરબી પોલીસને જાણ કરવી.