Tuesday, September 17, 2024
HomeGujaratઘર કા ભેદી લંકા ઢાએ:મોરબીમાં ફલેટના ઘરકામ અને ચોકીદારી કરતા દંપતી સહિત...

ઘર કા ભેદી લંકા ઢાએ:મોરબીમાં ફલેટના ઘરકામ અને ચોકીદારી કરતા દંપતી સહિત ત્રણ ઈસમો ૧૩.૨૪ લાખની ચોરી કરી ફરાર.

મોરબીમાં બાયપાસ રોડ પર રહેતો પરિવાર બહારગામ ગયો હતો તે દરમિયાન પાછળથી તસ્કરો મોટો હાથ ફેરો કરી ગયા હતા જેમાં પ્રાથમિક તપાસ દરમિયાન ચોકીદારી કરતો ઇસમ અને ઘરકામ કરતી તેની પત્ની સહિત ત્રણ ઈસમો જ ચોરી કરી ફરાર થયા હોવાની વિગતો સામે આવી છે.

- Advertisement -
- Advertisement -

આ બનાવ અંગે મકાન માલિક કમલેશ નરશીભાઈ હુલાની એ મોરબી સીટી એ ડિવિઝન માં  ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યા અનુસાર તેઓ પોતાના પરિવાર સાથે બહારગામ ગયા હતા તે દરમિયાન આજે સવારે તેમના એપાર્ટમેન્ટ માં રહેતા મનસુખભાઇ નો ફોન આવ્યો હતો કે ચોકીદાર દેખાતો નથી તમારી પાસે આવે ને પૈસા માંગે તો આપતા નહિ તેમજ શંકા જતા ફરીયાદી નો ફ્લેટ ચેક કરવામાં આવ્યો હતો અને ફ્લેટ ખુલ્લી હાલતમાં જોવા મળ્યો હતો જે બાદ સગાઓ એ ફ્લેટ માં જઈને તપાસ કરતા ચોરી થયાનું જાણવા મળ્યું હતું અને ઘરમાં રાખેલ ૧૨.૫૦ લાખ રોકડા તેમજ નાના મોટા ૭૪ જેટલા દાગીના મળી કુલ રૂપિયા ૧૩.૨૪ લાખની માલ મતાની ચોરી થવાનું ખુલ્યું હતું.

તેમજ પોલીસ તપાસમાં ચોરોએ ઘરના વેટિલેટર ની બારી તોડી ઘરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું અને પોલીસે સરિતા રાજેશ,રાજેશ અને ભેરુ ઉર્ફે ભરત વિશ્વકર્મા (મુ.રહે.નેપાળ હાલ મોરબી) વાળા વિરૂદ્ધ ગુનો નોંધી ને શોધખોળ હાથ ધરી છે.

તેમજ આરોપીઓ ત્યાં ચોકીદાર અને ઘરકામ કરવાનું કામ કરતા હોય  જેથી ફલેટના ખૂણે ખૂણાના જાણકાર હતા જેથી તસ્કરો સીસીટીવી નુ ડીવીઆર બોક્ષ કે જેમાં તમામ સીસીટીવી વિડિયો સેવ થતા હોય છે જે બોક્ષ પણ સાથે લેતા ગયા છે હાલ પોલીસે આજુ બાજુના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરી ને વધુ તપાસ હાથ ધરી છે.

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!