સુરેન્દ્રનગરનાં તરણેતરમાં યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો એટલે તરણેતરનો મેળો. રંગબેરંગી પોષાકો સાથે લોકનૃત્ય, લોકગીતોની સાથે તરણેતરના મેળાની ઉજવણી થાય છે. દેશ વિદેશથી આ મેળો નિહાળવા લોકો તરણેતર મુકામે આવે છે. ત્યારે તરણેતરના મેળામાં વાંકાનેરના બળદે પશુપ્રદર્શન હરીફાઈમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતનાં સુપ્રસિદ્ધ તરણેતરનાં મેળામાં દર વર્ષે પશુ પ્રદર્શન યોજાય છે. તેમાં 2024 માં ગુજરાત રાજ્યમાંથી અનેક પશુ આવ્યા હતા. તેમાં વાંકાનેર તાલુકાના લુણસર ગામના પશુપાલક પરમાર યુવરાજસિંહ હરીફાઈમાં ભાગ લીધેલ હતો અને તરણેતર હરીફાઈ પ્રદર્શનમાં ગિર સાંઢનો ગુજરાત રાજ્યમાં બીજા સ્થાન પર આવ્યો હતો. પરમાર દિલીપ શ્રીદેવસિંહ 65 વર્ષથી પશુપાલન કરે છે. 2009, 2012 2017, 2019 અને 2010માં અનેક વાર હરીફાઈમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. આ વખતે 2024 માં હરીફાઈમાં અનેક ખૂટ આવ્યા હતા. તેમાં વાંકાનેરના મુ:લુણસર પશુપાલક યુવરાજસિંહ પરમાર ગુજરાત રાજ્યમાં બીજા સ્થાન પર આવ્યો છે. તેમને ગુજરાત પશુપાલન ખાતા દ્વારા પ્રમાણપત્ર અને ૪૦ હજાર રૂપિયા રોકડ ઇનામ આપે છે.