હળવદ તાલુકાના રણજીતગઢ વાડી વિસ્તાર ધારમા રહેતા અને મજૂરી કામ કરતા લાલિબેન ગણેશભાઇ ભીલે કોઇપણ કારણોસર રણજીતગઢ વાડી વિસ્તારમા ઝેરી દવા પી જવાનો બનાવ બનતા હળવદ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના કોટબી ગામના મૂળ રહેવાસી અને હાલ હળવદ તાલુકાના રણજીતગઢ વાડી વિસ્તાર ધારમા રહેતા અને મજૂરી કામ કરતા લાલિબેન ગણેશભાઇ ભીલ નામના ૨૦ વર્ષીય મહિલાએ કોઇપણ કારણોસર રણજીતગઢ વાડી વિસ્તારમા ઝેરી દવા પી જવાનો બનાવ બનવા પામ્યો છે. ત્યારે તેમના પતિ ગણેશભાઇ ધર્માભાઇ ભીલ દ્વારા હળવદ પોલીસને જાણ કરવામાં આવતા તેમના દ્વારા જાણવા જોગ દાખલ કરવામાં આવી હતી.