ચોમાસા દરમ્યાન સાપ નીકળવાના અનેક બનાવો સામે આવતા હોય છે અને સાપ કરડવાના બનાવો પણ વધતા જાય છે. ત્યારે ગઈકાલે વાંકાનેર માં સાપ કરડવાથી ૧૪ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેરમાં વાંકીયા અલીભાઇ મામદભાઇ બાદીની વાડીએ રહેતી ૧૪ વર્ષીય બાળકી રકીનાબેન કાલરીયા ભંગડા ગઈકાલે વાંકીયા અલીભાઇ મામદભાઇ બાદીની વાડીએ હતી. ત્યારે ઝેરી સાપ કરડી જતા ઝેરી અસર થતા બાળકીનાં પિતા કલુ ભંગડા તેને તાત્કાલિક વાંકાનેર સરકારી હોસ્પીટલ સારવારમાં લઇ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસી મૃત જાહેર કરી સમગ્ર મામલે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અકાળે મોતની નોંધ કરાવી છે.