મોરબીનાં પીપળી રોડ પર આવેલ ફીનોમેક્સ સીરામીકમાં કન્વેયર બેલ્ટમાં આવી જતા એક ૪ વર્ષીય બાળકીનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. ત્યારે બાળકીનું મોત નિપજતા પરિવારમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે.
મળતી માહિતી અનુસાર, ફીનોમેક્સ સીરામીક કારખાનમાં પીપળી રોડ ખાતે રહેતા અર્જુનભાઇ મેડાની ૪ વર્ષીય પુત્રી સેજલ અર્જુનભાઇ મેડા ગઈકાલે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યે ફીનોમેક્સ સીરામીકમાં કન્વેયર બેલ્ટમાં કોઇ કારણોસર આવી જતા તેને તાત્કાલિક મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડવામાં આવી હતી. પરંતુ તેને પ્રાથમિક સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. જેને લઈ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બનાવની નોંધ કરાવી હતી.