મોરબી શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોડ પર રમતી બાળાને બેફામ ચાલતા ટ્રેકટરે ટક્કર મારતા બાળકીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થયું હતું.
મળતી માહિતી અનુસાર, મોરબીના પંચાસર ચોકડી પાસે મહાવીરનગર દોષી સ્કુલની સામે રહેતા રવિન્દ્રભાઇ લાલચંદભાઇ ખંદેળાની દોઢ વર્ષની દીકરી આરોહી રોડ પર રમી રહી હતી. જે દરમિયાન પુરપાટ ઝડપે આવતા GJ 17 BN 1740 નંબરના ટ્રેકટરના ચાલકે બેદરકારી પુર્વક પોણું ટ્રક હંકારી એકાએક શેરીમાંથી વળાંક લેતા આરોહીન હડફેટે લીધી હતી. જેમાં બાળાને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. જયારે ટ્રેકટર ચાલક પોતાનું ટ્રેકટર સ્થળ પર જ મૂકી ફરાર થયો હતો.