Monday, July 8, 2024
HomeGujaratમાળીયા મી.ની શ્રી તરધરી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ...

માળીયા મી.ની શ્રી તરધરી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ ઉજવાયો

શ્રી તરધરી પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ 1 ના વિદ્યાથીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેમજ ગામના સરપંચ દ્વારા 25 બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

 

શ્રી તરધરી પ્રાથમિક શાળા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવ 2024 ની ઉજવણી કરવામાં આવી હતી. પ્રાથમિક શાળામાં બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને નવીન પ્રવેશ માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે કાર્યક્રમમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ 1 ના બાળકોને ઉત્સાહભેર પ્રવેશ આપવામાં આવ્યો હતો. ગામના સરપંચ સાગરભાઈ ફૂલતરીયા તરફથી તરધરી પ્રાથમિક શાળાના 25 બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. તેમજ તમામ બાળકો અને ગ્રામજનોને નાસ્તા – પાણી કરાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દરેક વિદ્યાથીઓ અને વાલીઓને એક વૃક્ષ ઉછેર કરવાની જવાબદારી ગ્રામ પંચાયત તરધરી તથા શાળાના આચાર્ય દ્વારા દેવામાં આવી હતી. જે કાર્યક્રમમાં જિલ્લા રમત ગમત અધિકારી રવિભાઈ ચૌહાણ, મોરબી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સભ્ય બાબુભાઈ હુંબલ, લાયઝન અધિકારી મહેશભાઈ ચૌહાણ, સરપંચ સાગરભાઇ ફૂલતરિયા, આચાર્ય મનોજભાઈ પટેલ, તલાટી મંત્રી મિહિર ડાંગર અને SMC અઘ્યક્ષ તથા SMC સમિતિ અને ગામ લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!