ઝાલાવાડમાં શૈક્ષણિક નગરી તરીકે જાણીતા હળવદનાં મહર્ષિ ગુરુકુલ ખાતે બે દિવસ માટે આંતરરાષ્ટ્રીય શિક્ષણ વિદ ગ્લોબલ એજ્યુકેશનલ એડવાઈઝર ડૉ.રોબ લેવેલી અમેરિકાથી શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. ડૉ . રોબ લેવેલી ફોર્મલ વાઈસ પ્રેસિડન્ટ ઓફ ઇન્ટરનેશનલ સર્વિસીસ COGNIA ( USA – અમેરિકા) છે . ડૉ .રોબ તેમની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા અને વિશ્વભરમાં WASC, MSA અને NEAS માટે માન્યતા ટીમોના અધ્યક્ષ તરીકે સેવા આપી છે.
ડૉ .રોબ લેવેલીના ગ્રાન્ડફાધરને નોબલ પ્રાઈઝ એનાયત થયેલ છે. જન્મથી જ શિક્ષણક્ષેત્ર સાથે રુચિ ધરાવનારા ડોક્ટર રોબે શૈક્ષણિક કાકિર્દીની શરૂઆત કરી 78 જેટલા રાષ્ટ્રના વિદ્યાર્થીઓ, મંત્રીઓ, રાજદૂતો, પ્રમુખો, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સાથે શૈક્ષણિક મુલાકાતો કરી ચૂક્યા છે. 100 થી વધુ આંતરરાષ્ટ્રીય પરિષદોમાં પ્રેઝન્ટેશન આપ્યું છે. વૈશ્વિક પ્રતિભા એવા શિક્ષણવિદ્દ મહર્ષિ ગુરુકુલના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મેનેજમેન્ટ ટીમના સભ્યો સાથે વાર્તાલાપ કરવા આવે તે માત્ર હળવદ શહેર જ નહીં પરંતુ ગુજરાત રાજ્યના લોકો અને ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ માટે ગૌરવની વાત છે. મહર્ષિ ગુરુકુલના ચેરમેન રજનીભાઈ સંઘાણીના જણાવ્યા મુજબ રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 મુજબ Standard Setting and Accreditation for School Education તેમજ NEP-2020 માં પ્રસ્તુત CPD and MCD અતંર્ગત Teachers Training and Development કાર્યક્રમ મહર્ષિ ગુરુકુલના શિક્ષકો માટે ગોઠવવામાં આવ્યો હતો.
હળવદ જેવા નાના ટાઉનમાં ઇન્ટરનેશનલ સંસ્થા COGNIA ના ફોર્મલ અધ્યક્ષ આવ્યા. અમેરિકાનું ડેલિગેટ શૈક્ષણિક ઉદ્દેશ્યથી મહર્ષિ ગુરુકુળમાં આવીને બાળકો, શિક્ષકો,સંચાલકો સાથે વાર્તાલાપ કર્યો અને ગુરુકુલના બધાજ ડિપાર્ટમેન્ટમાં પ્રત્યક્ષ મુલાકાત તેમજ નિરીક્ષણ કર્યું હતું. ડૉ.રોબ મહર્ષિ ગુરુકુળ હળવદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેનેજમેન્ટ ટીમ, મેનેજમેન્ટ પદ્ધતિ, વર્ગખંડ શિક્ષણ, વિદ્યાર્થીઓની અને શિક્ષકોની સક્રિય ભાગીદારી, અનુભવ જન્ય તેમજ વૈશ્વિક માંગને પહોંચી વળે તેવા શિક્ષણના દર્શન કરીને ખૂબ જ પ્રભાવિત થયા હતા. અને ગુરુકુલના શિક્ષણ, સંસ્કાર અને શિસ્તની પ્રશંસા કરતા ડૉ.રોબ કહે છે કે, `વિશ્વની પાંચ ટકા વિદ્યાલયો જેમાં આવે તેમાંનું આ ગુરુકુળ છે અને તેઓના મુખમાંથી શબ્દો સરી પડ્યા THE GREAT GURUKUL. ડૉ .રોબ લેવેલીએ સમગ્ર ગુજરાતમાંથી વિઝીટ માટે મહર્ષિ ગુરુકુળ હળવદની પસંદગી કરી તે બદલ ગુરુકુળ પરિવાર અને હળવદ શહેર ગૌરવની લાગણી અનુભવે છે. આ સાથે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ને સંપૂર્ણ ક્રિયાન્વિત કરવાની પહેલ અને કટિબદ્ધતા જાળવી રાખીશું. તેવી સંચાલકો દ્વારા શુભ ભાવના સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.