જન્માષ્ટમી એટલે શ્રી કૃષ્ણના જન્મનો ઉત્સવ જેને લઈને ઠેર ઠેર શ્રી કૃષ્ણ મંદિરે ભક્તોની ભીડ જોવા મળતી હોય છે.ત્યારે ખાસ કરીને ગુજરાતમાં આવેલ સુપ્રસિદ્ધ તીર્થધામ દ્રારકા નગરીમાં ભગવાન દ્વારિકાધીશ ના દર્શને લાખો લોકો ઉમટી પડે છે.જેના માટે દેવભૂમિ દ્વારકા પોલીસે ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં પોલીસે એક લિંક તૈયાર કરી છે જેમાં આંગળીના ટેરવે મંદિર સુધી અને પાર્કિંગ સ્થળ સુધી પહોંચી શકાશે તેમજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર વિવિધ કાર્યક્રમો નું અને દર્શનનું સમય પત્રક પણ આ લિન્ક માં મળી રહે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
દેવભૂમિ દ્વારકા પોલીસ દ્વારા બનાવવામાં આવેલ નીચે ની લિંક પર ક્લિક કરી ને આપ જરૂરી માહિતી મેળવી શકો છો.