Wednesday, March 12, 2025
HomeGujaratલાંચ કેસમાં તપાસ દરમિયાન પાલનપુરના ડેપ્યુટી કલેકટરના બેંક લોકરમાંથી સોના ચાંદીના દાગીના...

લાંચ કેસમાં તપાસ દરમિયાન પાલનપુરના ડેપ્યુટી કલેકટરના બેંક લોકરમાંથી સોના ચાંદીના દાગીના મળી આવ્યા

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકનની કચેરી વર્ગ 1 નાયબ કલેકટર અંકિતાબેન બાબુલાલ ઓઝાએ સ્ટેમ્પ ડયુટી ઘટાડવા તેમજ ઝડપી કાર્યવાહી કરાવવા માટે ફરીયાદી પાસેથી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી ખાતે જઇ આરોપીઓને મળતા તેઓએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા તેમજ ચલણ ઝડપી ભરી આપવાના અવેજ પેટે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરી હતી. જે ફરીયાદીની ફરીયાદ આધારે ગાંધીનગર એ.સી.બી. દ્વારા લાંચનુ છટકુ ગોઠવી આરોપીને રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડયા હતા. ત્યાર બાદ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજયના નિયામક પિયુષ પટેલની સુચના અંતર્ગત આરોપી અંકિતા ઓઝાના સામેના ટ્રેપ કેસમાં બેંક લોકરની ઝડતી દરમ્યાન કુલ કિંમત રૂા.૭૪,૮૯,૮૩૯/- ના સોનાના બિસ્કીટ તથા સોના-ચાંદીના દાગીના મળી આવ્યાં છે.

- Advertisement -
- Advertisement -

પાલનપુરના સેવા સદન -2 ના સ્ટેમ્પ ડ્યુટી વર્ગ 1 નાયબ કલેક્ટર અંકિતાબેન બાબુલાલ ઓઝાએ ફરીયાદીના મિત્રોએ સ્ટેમ્પ ડયુટી ભર્યા વગર પ્લોટોમાં બાધકામ કરતા બાંધકામનુ સ્થળ નિરીક્ષણ કરી નોટીસો આપતા પ્લોટ ધારકોએ નોટીસોના જવાબ કરવા ફરીયાદીને સહમતી આપી હતી. જેથી પ્લોટ ધારકો વતી સ્ટેમ્પ ડયુટી ઓછી કરવા તેમજ ઝડપી કાર્યવાહી કરાવવા માટે ફરીયાદી સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન કચેરી ખાતે જઇ નાયબ કલેકટરને મળતા તેઓએ સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવા તેમજ ચલણ ઝડપી ભરી આપવાના અવેજ પેટે રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગાંધીનગર એ.સી.બી. દ્વારા લાંચનુ છટકુ ગોઠવી આરોપીને રૂા.૩,૦૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપી પાડયા હતા. અને તેના વિરૂદ્ધ ૦૩/૨૦૨૫ ભ્ર.નિ.અધિ.૧૯૮૮ (સુધારા-૨૦૧૮) ની કલમ-૭, ૧૨, ૧૩(૧)(અ) તથા ૧૩(૨) મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો ગુજરાત રાજયના નિયામક પિયુષ પટેલની સુચના હેઠળ સુપરવિઝન અધિકારી કે.એચ.ગોહિલ એ.સી.બી. બોર્ડર એકમ ભુજના માર્ગદર્શન હેઠળ એન.એચ.મોર, પોલીસ ઇન્સ્પેકટર બનાસકાંઠા એ.સી.બી.પોલીસ સ્ટેશન પાલનપુર વાળાએ આજરોજ આરોપી અંકિતાબેન બાબુલાલ ઓઝાના બેંક ઓફ બરોડા, મહેસાણા ખાતેના લોકરની ઝડતી તપાસ કરતા રૂા.૫૯,૬૩,૦૦૦/- ની કિંમતના દસ સોનાના બિસ્કીટ તથા સાત સોનાની લગડી તેમજ રૂા.૧૫,૨૬,૮૩૯/-ના સોના-ચાંદીના દાગીના એમ કુલ મળી રૂા.૭૪,૮૯,૮૩૯/-ના સોના-ચાંદીના દાગીના તથા બિસ્કીટ મળી આવ્યા છે. આમ, તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..તેમજ કોઇ સરકારી અધિકારી/કર્મચારી સરકારી કામ અર્થે લાંચની માંગણી કરે તો તેની જાણ એ.સી.બી કચેરીના ટ્રોલ ફ્રી નંબર.૧૦૬૪, ફોન નંબર.૦૨૭૪૨-૨૬૮૦૦૫, ઇ-મેઇલ એડ્રેસ [email protected] ઉપર મોકલી આપવા તેમજ કચેરી સમય દરમ્યાન રૂબરૂ સંપર્ક કરવા નાગરીકોને આહવાન કરવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!