ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના ભણાવા થી મહિકા ગામ તરફ જતા રોડ પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી છોટા હાથી ગાડી ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવી છે. જેમાં વિદેશી દારૂની કુલ 1363 બોટલો કિંમત રૂ. 5,56,200/- ,અશોક લેલન કંપનીની છોટા હાથી કિંમત રૂ. 2,00,000/- તેમજ બે મોબાઇલ કિંમત રૂ. 20,000 ગણી કુલ 7,76,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી કે ભુણાવા વિસ્તારમાં મામાદેવના મંદિરની આજુબાજુમાં છોટા હાથી રજીસ્ટર નં. GJ-03-AX-2098 વાળી દારૂ ભરી નીકળવાની છે તે બાતમીના આધારે ભારતીય બનાવટના અલગ અલગ બ્રાન્ડની ઇગ્લિશ દારૂની કુલ 1363 બોટલો કિંમત રૂ. 5,56,200/-, છોટા હાથી કિંમત રૂ. 2,00,000/- તેમજ બે મોબાઇલ ફોન કિંમત રૂ. 20,000 એમ કુલ 2,76,200 ના મુદ્દામાલ સાથે આરોપી વિજય કિશોરભાઈ પરમાર અને પાર્થ ઉર્ફે ગુડ્ડુ ભીખાભાઈ ડાભી નામનાં બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. જેમની પૂછપરછ કરતા અન્ય બે આરોપી રાજુભાઈ ભીખાભાઈ પરમાર અને ભાવેશભાઈ દુધરેજીયા નામનાં બે ઇસમોના નામ ખુલતા તેમની પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ આરોપી વિરૂદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.