Monday, January 13, 2025
HomeGujaratસિરામીક ઉદ્યોગ માટે સુખદ આશા:બહેરીન અને સાઉદી અરેબીયામાં ટ્રાન્સપોર્ટ માટે લાગતી એન્ટીડંમ્પીંગ...

સિરામીક ઉદ્યોગ માટે સુખદ આશા:બહેરીન અને સાઉદી અરેબીયામાં ટ્રાન્સપોર્ટ માટે લાગતી એન્ટીડંમ્પીંગ ડ્યુટી નાબૂદ થવાના ઉજળા સંજોગો

મોરબી સિરામિક ઉત્પાદન ઉપર જીસીસીના 6 દેશોમાં ટ્રાન્સપોર્ટ કરવામાં માટે અગાઉ એન્ટીડંમ્પીંગ ડ્યુટી લગતી હતી. જે હવે ફક્ત બહેરીન અને સાઉદી અરેબિયામાં જ લાગતી હોય જે દૂર કરવા મોરબી સીરામીક એસોસીએસન દ્વારા કોમસઁ મિનીસ્ટ્રીના અઘિકારીઓને રજૂઆત કરવામાં આવી હતી. જેને લઇ તેઓ દ્વારા હકારાત્મક વલણ દાખવ્યો હતો.

- Advertisement -
- Advertisement -

મોરબી સીરામીક એસો.નાં જણાવ્યા અનુસાર, મોરબી સીરામીક ઉદ્યોગમાં જુન ૨૦૨૦ થી જીસીસીના ૬(છ) દેશોમા એન્ટીડંમ્પીંગ ડ્યુટી લાગેલી હતી. તેના કારણે મોરબી સીરામીક ઉદ્યોગ જીસીસીના દેશોમા એક્સપોર્ટ ઉપર મોટો ફટકો પડતા જેના અનુસંધાને જીસીસીના એન્ટીડંમ્પીંગના પ્રશ્ર્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયા દ્રારા કોમર્સ મિનીસ્ટર પિયુષ ગોયલને રજુઆતો કરવામાં આવી હતી. જેને લઇ કેન્દ્ર સરકારના સતત પ્રયત્નોથી હાલ જીસીસીના ૬ દેશોમાથી ફક્ત બહેરીન અને સાઉદી અરેબીયા આ બન્ને દેશોમા જ ડ્યુટી લાગે છે. ત્યારે આ બન્ને દેશોમા લાગતી ડ્યુટીના પ્રશ્ર્નો માટે કોમર્સ મિનીસ્ટ્રી દ્વારા સતત કરી રહેલ પ્રયત્નો માટે સાસંદ મોહનભાઈ કુંડારીયાની આગેવાનીમા મોરબી સીરામીક એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા, હરેશભાઈ બોપલીયા, વિનોદભાઈ ભાડજા તેમજ વિજયભાઈ પટેલ, પ્રદીપભાઈ કાવઠીયા દ્વારા દિલ્હી ખાતે કોમર્સ મિનિસ્ટર પિયુષ ગોયલને તેમજ કોમર્સ મિનીસ્ટ્રીના અઘિકારીઓ સાથે મિટીંગ કરી જેમા તેઓના જણાવ્યા પ્રમાણે બન્ને દેશોમા લાગતી ડ્યુટી માટે સકારાત્મક પરિણામ આવશે. તેમ મોરબી સીરામીક એસોસિએશન દ્વારા જણાવવામા આવ્યું હતું.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!