Wednesday, October 30, 2024
HomeGujaratએલઆરડી ભરતીને લઈ સારા સમાચાર : IPS હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું...

એલઆરડી ભરતીને લઈ સારા સમાચાર : IPS હસમુખ પટેલે ટ્વીટ કરી કહ્યું ટૂંક સમયમાં આવશે લોકરક્ષક ભરતીની જાહેરાત

રાજ્યમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા ઉમેારોના માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. સરકારી નોકરીની આશાએ પોલીસ કોન્સ્ટેબલની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે તેમના માટે આઇપીએસ અધિકારીએ ટ્વીટ કરી ખુશીના સમાચાર આપ્યા છે. તાજેતરમાં જ LRD ભરતી બોર્ડના અધ્યક્ષ પદે IPS હસમુખ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે ગુજરાત માં 10,988 પોલીસની ભરતીને અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે ટૂંક સમયમાં ભરતીની જાહેરાત થશે.

- Advertisement -
- Advertisement -

આઇપીએસ હસમુખ પટેલે આજે એક ટ્વીટ કરીને લખ્યું છે કે, 31 માર્ચ 2021 પછી લાયક ઠરેલ ઉમેદવારોને પણ તક મળે તે હેતુથી પો.સ.ઇ ભરતી બોર્ડે તારીખ 20/10/21 અરજીઓ મંગાવેલ

છે. https://ojas.gujarat.gov.in/AdvtList.aspx? type=lCxUjNjnTp8= પર અરજી કરી શકાશે. લોકરક્ષક ભરતીની જાહેરાત પણ ટૂંક સમયમાં આપવામાં આવશે.આ પહેલાં પણ થોડા સિો પહેલા હસમુખ પટેલે એક ટ્વીટ કરીને લખ્યું હતું કે, “લોકરક્ષક ભરતીની જાહેરાત પૂર્વેની તૈયારીઓ ચાલી રહી છે. ટૂંક સમયમાં જાહેરાત આપવામાં આવશે ત્યારે સૌને જાણ થાય તે માટે પૂરતી પ્રસિદ્ધિ આપવામાં આવશે. દિવાળી પછી નવેમ્બરમાં શારીરિક કસોટી શરૂ થવાની શક્યતા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!