મોરબી: મોરબી જિલ્લામાં અને ઉપરવાસ ગતરાત્રિથી મેઘરાજા તોફાની ઇનિંગ ખેલી રહ્યા છે. આથી મોરબી જિલ્લાના તમામ ડેમો ઉપર સારો વરસાદ થયો હોવાની માહિતી મળેલ છે. તેમજ ડેમોમાં ધીમીધારે નવા નીર પણ આવવાના શરૂ થયા છે.
મોરબી જિલ્લા અને ઉપરવાસમાં સારા વરસાદથી જિલ્લાના 10માંથી નવ ડેમોમાં નવા નીરની આવક શરૂ થઈ છે જેમાં મચ્છુ-1માં 0.00, મચ્છુ-2માં 0.85 ફૂટ, મચ્છુ-3માં 3.94 ફૂટ, ડેમી-1માં 0.16, ડેમી-2માં 0.66 ડેમી-3માં 0.98, ઘોડદ્રોઈમાં 0.98, બંગાવડીમાં 2.62, બ્રાહ્મણીમાં 0.59 અને બ્રાહ્મણી-2માં 0.16 ફૂટ નવા પાણીની આવક થઇ હતી.
જ્યારે મોરબી જિલ્લાના તમામ એટલે 10 ડેમ ઉપર છેલ્લા ચોવીસ કલાકમાં સારો વરસાદ પડ્યો હતો જેમાં મચ્છુ-1 ઉપર 5મીમી, મચ્છુ-2 ઉપર 75 મીમી, મચ્છુ-3 ઉપર 66મીમી, ડેમી-1 ઉપર 40મીમી, ડેમી-2 ઉપર 20મીમી, ડેમી-3 ઉપર 50 મીમી, ઘોડદ્રોઈ ઉપર 42મીમી, બંગાવડી ઉપર 30મીમી, બ્રાહ્મણી ઉપર 50મીમી અને બ્રાહ્મણી-2 ઉપર 38 મીમી વરસાદ છેલ્લા 24 કલાકમાં વરસ્યો હતો.