Friday, March 29, 2024
HomeNewsHalvadગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા હળવદથી આઠ માસ પૂર્વે રજુઆત કરવામા આવી હતી.

ગોરધન ઝડફિયાની સુરક્ષા વધારવા હળવદથી આઠ માસ પૂર્વે રજુઆત કરવામા આવી હતી.

ATS ચીફ હિમાંશુ શુકલાની ટીમે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધન નિષ્ફળ બનાવી અને મહારાષ્ટ્રના છોટા શકીલ ના શાર્પ શૂટરની જીવના ધરપકડ કરી હતી જેમાં આરોપી ખોટા નામે રહેતો હોવાના પુરાવાઓ પણ ATS ને મળ્યા હતા ત્યારે ભાજપના મોટાગજાના ગણાતા ગોરધન ઝડફિયા ની હત્યાના ષડ્યંત્રના પર્દાફાશ થી ભાજપના આગેવાનો નેતાઓ અને પોલીસતંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

હળવદ ભાજપ મંત્રીએ ઝડફીયાને ઝેડ કેટેગરીમા સુરક્ષા આપવા તા. રાજ્ય સરકારને રજુઆત ૨૩/૧૦/૨૦૧૯ ના રોજ કરી હતી અને હળવદ ભાજપ મંત્રી નયન પટેલે પત્ર લખી જણાવ્યુ હતું કે
2002 ના રમખાણો, અક્ષરધામ પર હુમલા બાદ ગોરધન ઝાડફિયા ને અનેક વખત ધમકીઓ મળી ચુકી છે ત્યારે ટૂંકા સમયમાં ઝેડ સુરક્ષા આપ્યા બાદ આ સુરક્ષા હટાવી લેવામાં આવી હતી જેથી આ સુરક્ષા આપવામાં આવે અને ગોરધન ઝાડફિયાની રક્ષા કરવામાં આવે એ અત્યંત જરૂરી છે

જો કે આજે ગોરધન ઝડફીયાની હત્યા કરવાનો પ્રયાસ ગુજરાત ATS દ્વારા નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો છે ત્યારે શાર્પ શૂટર મહમદ નામથી રહેતો હોવાનું પણ બહાર આવ્યું છે મોડી રાત્રીના વિનસ હોટેલના રૂમ નમ્બર 105માં શાર્પ શૂટર હોવાની માહિતી મળી હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચ ના DYSP કે કેં પટેલ અને ATS DYSP રોજીયા ત્યાં પહોંચ્યા હતા ત્યારે શાર્પ શૂટરે ATS ટીમ પર ફાયરીગ પણ કર્યું હોવાનું બહાર આવ્યું છે ત્યારે ગોરધન ઝાડફિયા નીંહત્યા ના કાવતરાથી રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને કેન્દ્ર ગ્રહ મંત્રી અમિત શાહ પણ હરકતમાં આવી ગયા છે અને એક ATS ની નેજા હેઠળ એક ચોક્કસ ટીમ બનાવી રાજયના આઈબી અને કેન્દ્ર ના ડિફેન્સ ના અધિકારીઓ ને તાબડતોબ કામે લગાડી દેવામાં આવ્યા છે સાથે જ ગોરધન ઝાડફિયા ને કોણ અને શા માટે હત્યા કરવા માંગી રહ્યું છે તેની તપાસ હાલ પકડાયેલા શાર્પ શૂટર પાસેથી ATS ચીફ લઈ રહ્યા છે ત્યારે ગુજરાત ATS ના ચીફ હિમાંશુ શુક્લાએ પણ આખી રાત જાગી અને આ ઓપરેશન ને પુરી શાંતિ અને સલામતી થી પાર પાડ્યું હતું જેના લીધે જ કદાચ કોઈ જાનહાની થતા બચી છે જે કબીલેદાદ કામગીરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!