Saturday, March 28, 2026
HomeGujaratહળવદના ચંદ્રગઢમાં વિજપોલ તોડી સરકારી કર્મચારીને ધમકી: ખેડૂત સામે ફરિયાદ નોંધાઈ

હળવદના ચંદ્રગઢમાં વિજપોલ તોડી સરકારી કર્મચારીને ધમકી: ખેડૂત સામે ફરિયાદ નોંધાઈ

હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામે એક ખેડૂતે પોતાના ખેતરમાં આવેલ સરકારી વિજપોલ ઇરાદાપૂર્વક પાડી નાખી સરકારી મિલ્કતને નુકસાન પહોંચાડી જે બાદ વીજ વિભાગના કર્મચારીઓ પોલ નાખવા આવતા આરોપીએ તેમને કામ કરવા દીધા વગર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ ઘટનામાં અંદાજે રૂ.૮૩ હજારથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ભારતીય ન્યાય સહીતા તેમજ ધ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપટી એક્ટની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

હળવદ પોલીસ સ્ટેશનમાં હિરેનગીરી હરેશગીરી ગોસ્વામી ઉવ-૪૧ રહે-હળવદ રૂદ્ર ટાઉનશીપ સરા રોડ વાળાએ ફરિયાદ નોંધાવી કે, ચંદ્રગઢ ગામે આરોપી હસમુખભાઈ મુળુભાઈ જાદવે પોતાના ખેતરમાં આવેલ વિજપોલ ઇરાદાપૂર્વક પાડી નાખ્યો હતો. બાદમાં વીજ વિભાગના કર્મચારીઓ પોલ ફરી ઉભો કરવા પહોંચ્યા ત્યારે આરોપીએ તેમને કામ કરવા દીધા નહોતાં. આરોપીએ સરકારી કર્મચારીને ગાળો આપી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ કામમાં અવરોધ ઉભો કર્યો હતો. આ ઘટનાથી સરકારી મિલ્કતને રૂ.૮૩,૯૧૩/- નું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. હાલ હળવદ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા તથા પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!