સમગ્ર ભારતમાં આવતીકાલે ૭૪માં પ્રજાસતાક પર્વની ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે મોરબી જિલ્લામાં પણ આવતીકાલની ઉજવણી ની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે જેના ભાગરૂપે તમામ કચેરીઓ અને સરકારી બિલ્ડિંગો પર તિરંગા થીમ નુ લાઈટિંગ ડેકોરેશન કરવામાં આવ્યું છે.
આવતીકાલે ૭૪માં પ્રજાસતાક પર્વની મોરબી જિલ્લા કક્ષા ની ઉજવણી હળવદ ખાતે થનાર છે જ્યાં મોરબી જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને સવારે ૯ વાગ્યે ધ્વજવંદન કરવામાં આવશે તેમજ પરેડ અને અન્ય કાર્યક્રમો કરવામાં આવશે ત્યારે સમગ્ર મોરબી જિલ્લા ના તમામ તાલુકાઓ અને શાળાઓ માં પણ ધ્વજવંદન કરવામાં આવશે જેથી મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી,જિલ્લા કલેકટર કચેરી તેમજ દરેક પોલીસ મથકો સહિત નાની મોટી તમામ સરકારી કચેરીઓ અને બિલ્ડિંગો ને તિરંગા થીમ નુ લાઈટિંગ કરી ને શણગાર કરવામાં આવ્યો છે તેમજ દરેક દેશવાસીઓમાં પણ આવતીકાલે પ્રજાસતાક પર્વની ઉજવણી ને લઈને ઉત્સુકતા જોવા મળી રહી છે .