Saturday, January 4, 2025
HomeGujaratરાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની સરકારી કચેરીઓ રોશનીથી ઝળહળી ઉઠી

રાષ્ટ્રીય પર્વ એવા સ્વતંત્રતા દિવસની ઉજવણી અન્વયે મોરબી જિલ્લાની મહત્વની તમામ સરકારી કચેરીઓ અને ભવનોના રોશની અને શણગારથી રંગ રૂપ બદલી દેવામાં આવ્યા છે. રાષ્ટ્રીય પર્વ પૂર્વે મોરબી દેશભક્તિના રંગે રંગાયું છે અને આ રંગોમાં વધુ રોનક ઉભી કરી રહી છે આ કચેરીઓ ઉપર કરવામાં આવેલા રોશનીનો ઝગમગાટ થઈ રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં જિલ્લાકક્ષાનો ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વનો કાર્યક્રમ મોરબી ખાતે યોજવાનો છે. ત્યારે જિલ્લાભરની સરકારી કચેરીઓ સ્વતંત્રતા પર્વની પૂર્વે રોશનીના શણગારોથી ઝળહળી ઉઠી છે. જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો, નગરપાલિકાઓ સહિત વિવિધ કચેરીઓને રોશનીથી શણગારવામાં આવી છે. આ રોશની થકી જિલ્લાની સરકારી કચેરીઓ દીપી ઉઠી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!