Saturday, January 11, 2025
HomeGujarat"નગરપાલીકાને સુપરસિડ કરવાનું સરકારનું નાટક" મોરબી જિલ્લા કોંગ્રેસના સરકાર પર પ્રહાર

“નગરપાલીકાને સુપરસિડ કરવાનું સરકારનું નાટક” મોરબી જિલ્લા કોંગ્રેસના સરકાર પર પ્રહાર

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર પટેલ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને તે બાદ મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી નગરપાલિકાને સુપર સિડ કરવા મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. અને કહ્યું હતું કે, નગરપાલીકાને ફકત સુપર સિડ કરવીએ માત્ર સરકારનું નાટક છે, અને તમામ જવાબદારોના નામ એફ.આઇ.આર.માં ઉમેરવા જિલ્લા કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. તેમજ મોરબી કોંગ્રેસ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી કે, જવાબદારોના નામ ઉમેરાશે નહિ આવે તો આગામી સમયમાં જન આંદોલન શરૂ કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા મીડિયા સાથેની વાતચિતમાં જણાવવામાં આવ્યું હતું કે, ઝૂલતા પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપીને કોર્ટના દાયરામાં લઈ સજા થવી જોઈએ. જે રીતે કોર્ટ નગરપાલીકાને સુપર સિડ કરવાની વાત કરે છે તે અમને આવકારીએ છીએ. પરંતુ અમારી માંગ છે કે, જે પણ દોષિત પદાધિકારી કે નગરપાલિકાના અધિકારીઓ છે તેઓનું એફ.આઇ.આર.માં નામ ઉમેરવામાં આવે અને તેમાનાં પર કાર્યવાહી થવી જોઈએ. અને કોર્ટમાં સજા થવી જોઈએ. ભાજપની સરકાર તેમના પક્ષને અને પોતાના નેતાઓને બચાવવા માંગે છે. આ બનાવના જવાબદાર જેટલા નગરપાલિકાના ચીફ ઓફિસર છે તેટલા જ જવાબદાર જિલ્લા કલેક્ટર પણ છે. અને આ તમામ જવાબદારોની ધરપકડ કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, નગરપાલીકાને સુપર સિડ કરવીએ માત્ર સરકારનું નાટક છે. બનાવમાં જે લોકોએ લાપરવાહી કરી છે તે તમામ મોટી મગરો પણ પકડાવી જોઈએ. સરકાર નાની માછલીઓને પકડી મોટી મગરને બચાવવાનો પ્રયાસ કરી રહી છે. આ સરકાર સામ,દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરી તાનાશાહી કરે છે. અને જો આગામી સમયમાં જવાબદારોના નામ એફ.આઈ.આર.માં ઉમેરવામાં નહિ આવે તો કોંગ્રેસ મૃતકના પરિજનો ને સાથે રાખી જન આંદોલન કરશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!