વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માથા ભારે શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું છે. સરકારી જમીન ઉપર અનઅધિકૃત આશરે 1800 વાર જમીનમાં દબાણ કર્યું છે જેની અંદાજીત કિંમત રૂ. પાચ કરોડ થાય છે. જે અનઅધિકૃત દબાણ નગરપાલિકા વાંકાનેર તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવી છે….
મળતી માહિતી અનુસાર, રાજ્યના ગૃહમંત્રી દ્વારા ૧૦૦ કલાકમાં અસામાજિક તત્વોનું લીસ્ટ તૈયાર કરી કડક કાર્યવાહિ કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા માથાભારે ઇસમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા પ્રોહીબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમ રહીમભાઇ રાયધનભાઈ મોવર રહે. વીશીપરા વાંકાનેર વાળાએ સરકારી જમીન ઉપર અનઅધિકૃત આશરે 1800 વાર જમીનમાં દબાણ કર્યું છે જેની અંદાજીત કિંમત રૂ. પાચ કરોડ થાય છે. જે સરકારી જમીન ઉપરનું દબાણ નગરપાલિકા વાંકાનેર તેમજ વાંકાનેર સીટી પોલીસ સ્ટાફ દ્વારા દુર કરવાની કામગીરી કરવામાં આવી છે.