મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના ને હજુ લોકો ભૂલ્યા નથી ૧૩૫ લોકોના મોત અને સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે જેના પડઘા સમગ્ર વિશ્વ માં પડયા હતા અને તમામ મામલો સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો.
જે મામલે ગુજરાત હાઇકોર્ટમાં નિયત સમયે સુનાવણી કરવામાં આવી રહી છે અને ગઈકાલે પણ આ મામલે સુનવણી કરવામાં આવી હતી જેમાં હાઇકોર્ટ દ્વારા મોરબી નગરપાલિકા ના સસ્પેન્ડેડ ચીફ ઓફિસર વિરુદ્ધ ડીસીપ્લીનરી પગલાં લેવા આદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે મૃતકો અને ઇજાગ્રસ્તોને મળેલ સહાય પણ ઓછી હોવાનું જણાવ્યું હતું જે બાબતની રાજ્ય સરકાર દ્વારા ગંભીર નોંધ લઈને મોરબી નગરપાલિકાની બેજવાબદાર નીતિ ને ધ્યાનમાં લઈને મોરબી નગરપાલિકા ને સુપરસીડ કરવા ની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે તેમજ મૃતકો અને ઇજાગ્રસ્તો ને સહાય મામલે પણ મૃતકો ને અત્યારે કેન્દ્ર સરકાર તરફથી બે લાખ અને રાજ્ય સરકાર તરફરહુ ચાર લાખ આપવામાં આવ્યા છે જેમાં હજુ ચાર લાખ આપી ને કુલ દસ લાખની સહાય આપવામાં આવશે અને ઇજાગ્રસ્તો ને ૫૦ હજાર વળતર આપવામાં આવ્યું છે જેમાં ૫૦ હજારનો વધારો કરી ને કુલ એક લાખ રૂપિયા ની સહાય આપવાનો નિર્ણય રાજ્યસરકાર દ્વારા લેવામાં આવ્યો છે.