મોરબીના નાગડાવાસ નજીક બોલેરો પીકપ ચાલક દ્વારા થોડા દિવસ પહેલા કેમિકલ ફેંકી દેવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં જાગૃત નાગરિક દ્વારા કેમિકલ ફેંકતા વ્યક્તિને રંગે હાથ ઝડપી પાડયો હતો. ત્યાર બાદ GPCB દ્વારા તાબડતોડ તપાસ હાથ ધરી સ્થળ પર પડેલા કેમિકલ ના સેમ્પલ લઈ તપાસ હાથ ધરાઇ હતી.
મળતી માહિતી અનુસાર, મોરબીના નાગડાવાસ નજીક બોલેરો પીકપ ચાલક દ્વારા થોડા દિવસ પહેલા કેમિકલ ફેંકી દેવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં જાગૃત નાગરિકે વાહન ચાલકને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં GPCB દ્વારા તાબડતોડ તપાસ હાથ ધરતા સ્થળ પરથી કેમિકલના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે કેમિકલ સોમ્યા ટચ લેમીનેટ માંથી આવ્યાનું સામે આવ્યું હતું. જે કેમિકલ મેલામાઈન ફોર્મલડીહાઇડ રેઝીન હોવાનું સામે આવ્યું હતું. જે મોરબી GPCB દ્વારા તપાસ રિપોર્ટ તૈયાર કરી ગાંધીનગર વડી કચેરી ખાતે મોકલવામાં આવ્યો હતો. જે વડી કચેરીના આદેશ બાદ આગળની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.