વાંકાનેર તાલુકાના રાતાવિરડા નજીક પેપરમિલમાં ભભૂકી ઉઠેલી આગની ઘટનાને લઈને જીપીસીબીની ટિમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગના કારણે પર્યાવરણને કેટલું નુકશાન થયું અને આગ સંપૂર્ણ કાબુ આવ્યા બાદની સ્થિતિ અંગેનો રિપોર્ટ મેળવવામાં આવશે.ગઈકાલે 3:45 વાંકાનેર પંથકની પેપર મિલમા લાગેલી આગને લઈને ધુમાડાના ગોટે ગોટા નીકળતા પર્યાવરણને મોટું નુકસાન થયું છે ત્યારે આ અંગે જીપીસીબી અધિકારી કે.બી.વાઘેલા એ માહિતી આપતા જણાવ્યું હતું કે આગથી પર્યાવરણની નુકસાનીનો તાગ મેળવવા બાજુની ફેક્ટરીમાં મશીન ગોઠવીને ચાલુ કરી દીધું છે અને આગ સંપૂર્ણ કાબુમાં આવ્યા બાદ રિપોર્ટ મેળવી ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવશે.