મોરબીમાં કોરોના સંક્રમણને લઈને ગ્રેઇન એન્ડ સુગર મરચન્ટ્સ વેપારી એશો. દ્વારા આજે સોમવારથી બપોર બાદ બંધનું એલાન ર્ક્યું હતું જેમાં બપોર બાદ વેપારીઓએ બંધ પાળી કોરોના સંક્રમણ અટકે એ માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.
મોરબીમાં કોરોના અસર દિન પ્રતિદિન વધતી જઈ રહી છે ત્યારે આજથી મોરબીના ગ્રેઇન એન્ડ મરચન્ટ્સ એસો. દ્વારા બપોર ૨ વાગ્યા પછી બંધ રાખશે તેવી જાહેરાત કરાઈ હતી જેના પગલે મોરબી ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા વધતા જતા કોરોનાને અટકાવવા માટે નિર્ણયો લઈને ને દિવસ બાદ જ તેને નેવે મૂકી દેવામાં આવે છે ત્યારે આ નિર્ણય મોરબી માટે કેટલી હદે કારગર સાબિત થશે એ આગામી સમયમાં જ ખબર પડશે ઘણા વેપારીઓએ પણ આ નિર્ણયમાં પોતાની સહમતી દર્શાવી નથી પરંતુ મોટા ભાગના હોલસેલ વેપારીઓ દ્વારા આ નિર્ણયમાં સાથ આપવામાં આવ્યો છે.