પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી એટલેકે એક માસ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવશે.
પીપલ્સ પ્લાન કેમ્પેઈન અંતર્ગત ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની તમામ કામગીરી માટે સબંધિત વિભાગોને વિવિધ યોજનાઓમાં સમાવેશ કરીને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ અંતર્ગત પ્લાન બનાવવા આવશે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની તમામ ગ્રામપંચાયતોમાં આગામી તા. ૧૦-૧૧ થી ૧૦-૧૨ સુધી એટલેકે એક માસ સુધી ગ્રામસભાઓનું આયોજન કરવામાં આવશે. આ ગ્રામસભાઓમાં જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહી સંબંધિત વિભાગની યોજનાની ગ્રામસભામાં માહિતી આપશે. આ ઉપરાંત સરકારના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા જણાવેલ તમામ કાયમી મુદ્દાઓની પણ ચર્ચા કરવામાં આવશે.