Wednesday, January 8, 2025
HomeGujaratચાર રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં ત્રણ રાજ્યોમાં વિજય મેળવતા વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા...

ચાર રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં ત્રણ રાજ્યોમાં વિજય મેળવતા વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા કરાઈ ભવ્ય ઉજવણી

ભારતીય જનતા પાર્ટી દ્વારા ચાર રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જંગી બહુમતિ થી વિજય મેળવતા વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરના મહારાણા અને રાજ્યસભાના સાંસદ કેશરીદેવસિહજી ઝાલાની સુચનાથી અને તાલુકા ભાજપ પ્રમુખ રતિલાલ અણીયારીયાની આગેવાનીમાં આજરોજ આવેલા પરિણામોમાં “મોદી ગેરેંટી” દ્વારા પક્ષને જવલંત વિજય મળતા ફટાકડા ફોડી, મીઠાઈ વહેચી વિજયોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

- Advertisement -
- Advertisement -

ભારતીય જનતા પાર્ટીએ ચાર રાજ્યોની વિધાનસભાની ચુંટણીમાં ત્રણ રાજ્યોમાં જંગી બહુમતી થી વિજય મેળવતા વાંકાનેર તાલુકા ભાજપ દ્વારા ફડાકડા ફોડી, મીઠાઈ વહેંચી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં તમામ ચૂંટાયેલા લોક પ્રતિનિધીઓ અને સંગઠનના કાર્યકર્તાઓએ ખેસ પહેરી વિજયોત્સવનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા, તાલુકા યુવા ભાજપ હરેશભાઈ મદ્રેસાણીયા , તાલુકા પંચાયત પ્રમુખ હરુભા ઝાલા, કારોબારી ચેરમેન જિજ્ઞાસાબેન મેર, પૂર્વ ડાયરેક્ટર માટી કામ કલાકારી બોર્ડ સુરેશભાઈ પ્રજાપતિ, બક્ષીપંચ મોરચાના પૂર્વ પ્રમુખ અમુભાઈ ઠાકરાણી, જીલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ જ્યોત્સનાબેન રાઠોડ, મહિલા મોરચાના પ્રમુખ પ્રજ્ઞાબા ઝાલા,ધરમશીભાઈ માલકીયા, ઢુવા ગ્રામ પંચાયતના ઉપપ્રમુખ ઈન્દ્રજીસિંહ ઝાલા, યુવા મહામંત્રી નીતિશભાઈ પાટડીયા, રઘુભાઈ નગવાડીયા, શહેર બક્ષીપંચ મોરચાના પ્રમુખ રમેશભાઈ મકવાણા, શહેર કિશાન મોરચાના પ્રમુખ ક્રિપાલસિહ ઝાલા તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!